વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” પણ યોજાયો હતો. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા હતા. ગુજરાતના યુવા ઉદ્યમી અને ‘AirX ટેકનોલોજી’ સ્ટાર્ટઅપ ફાઉન્ડર સની પંડ્યા દ્વારા સંશોધિત સોલાર ટાઇલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રોડક્ટ માર્કેટમાં લૉન્ચ કરે તે પહેલાં તેમને યુએઇ અને સિંગાપોરથી એડવાન્સ ઓર્ડર મળ્યા છે.

આ સોલાર ટાઇલ્સ વિશે માહિતી આપતાં સની પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સોલર ટાઇલ્સને વિકસાવવામાં તેમને લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો. આ ટાઇલ્સ ખૂબ જ કાર્યક્ષમ છે અને તેમાંથી ઘણી માત્રામાં વીજળીનું ઉત્પાદન થઈ શકે છે. આ સોલાર ટાઇલ્સ ટેકનોલોજી ભારતના ટકાઉ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટેકનોલોજી નવીનતા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

LEAVE A REPLY