Risk of new 'Beast from the East' in UK: It will be as cold as minus 11
File Photo (Photo by Peter Macdiarmid/Getty Images)

બ્રિટનમાં અઠવાડિયાથી ઠંડક અને નીચા તાપમાન બાદ લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમા કેટલાક ભાગોમાં સોમવારે બપોરે હળવો સ્નો પડ્યો હતો. પરંતુ હવામાન ખાતાએ આગાહી કરી છે કે 14, 15 તેમજ 19 જાન્યુઆરીના રોજ ફરી હીમવર્ષા થશે.

સોમવારની હિમવર્ષાએ મોટે ભાગે લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમા અસર કરી હતી, જેમાં રસ્તાઓ અને રેલ્વે પર વિક્ષેપની ચેતવણી આપવામાં આવી હતી. હવે પછી સ્કોટલેન્ડમાં બરફ પડનાર છે. પણ તે પહેલાં 17 અને 18 જાન્યુઆરીએ મિડલેન્ડ્સમાં વધુ ભારે હિમવર્ષા થશે.

વેધરટ્રેન્ડિંગના જ્હોન હેમન્ડે એલબીસીના નિક ફેરારીને જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે હિમવર્ષા અરાજકતાનું કારણ બની શકે છે. આવતા અઠવાડિયે ઘણી ઠંડી હવા ઉત્તરથી નીચે આવી શકે છે. મને લાગે છે કે આવતા અઠવાડિયે વિક્ષેપજનક હિમવર્ષા થશે.’’

મેટ ઑફિસે જણાવ્યું હતું કે “આગામી સપ્તાહની શરૂઆતમાં, ઉત્તરીય પવનો સમગ્ર યુ.કે.માં ફરી વળશે. જે ઉત્તરમાં હિમવર્ષાનું જોખમ લાવશે અને તે વધુ ઠંડું થવાની સંભાવના છે. સામાન્યની તુલનામાં, આ સમયગાળા દરમિયાન સરેરાશ સ્થિતિ કરતાં વધુ ઠંડીની શક્યતા વધી છે અને હજુ પણ બરફ અને બરફ સહિતની ઠંડીની અસરોનું જોખમ સામાન્ય કરતા વધારે છે.”

વર્ષની ઠંડીની શરૂઆત પછી, જાન્યુઆરીના બાકીના મોટાભાગના ભાગમાં તાપમાન નીચું રહેવાની ધારણા છે. લોકો રાતોરાત ઠંડા તાપમાન અને ઘણા વિસ્તારોમાં દિવસમાં માત્ર 4 સેલ્સીયસ જેટલા ઊંચા તાપમાનનો અનુભવ કરશે અને આગામી થોડા દિવસોમાં બ્રિટ્સને તેમના શિયાળાના કોટ્સની જરૂર પડે તેવી શક્યતા છે. ઠંડીનો દોર બાકીના મહિના સુધી ચાલુ રહી શકે છે.

સોમવારે, લંડનના મેયર સાદિક ખાને બરફ અને બરફ વચ્ચે ઠુંઠવાતા બેઘર લોકોને બચાવવા માટે પગલાં લીધા હતા અને લંડન કાઉન્સિલ અને હોમલેસનેસ ચેરિટીએ બેધર લોકો માટે વધારાના ઇમરજન્સી હાઉસિંગ ખોલ્યા હતા.

લંડનના મેયરે કહ્યું હતું કે “જેમ જેમ ઠંડુ હવામાન પાછું આવે છે, તેમ અમે અમારા સમાજમાં સૌથી વધુ નબળા લોકોને મદદ કરવા તૈયાર છીએ. રાજધાનીમાં તાપમાન શૂન્યથી નીચે જવાની સાથે, મેં મારા ગંભીર હવામાન કટોકટી પ્રોટોકોલને સક્રિય કર્યું છે. બેઘર લોકોને જરૂરી સલામત, સુરક્ષિત રહેઠાણ તરફ આગળ વધવા માટે સપોર્ટ આપવામાં આવશે.”

LEAVE A REPLY