શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ગુરુવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના પ્રવેશદ્વાર પર સ્થાપિત ભગવાન હનુમાન અને ગરુડની મૂર્તિઓની તસવીર શેર કરી હતી. (ANI ફોટો)

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને કોંગ્રેસે ઠુકરાવી દીધું છે. આની સાથે આ મહોત્સવમાં કોંગ્રેસ પાર્ટી ભાગ લેશે કે નહીં તે અંગેની અટકળનો પણ અંત આવી ગયો હતો.  સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મોટા નેતાઓ આ કાર્યક્રમ માટે અયોધ્યા જશે નહીં.

કોંગ્રેસે આ સમગ્ર કાર્યક્રમ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ઈવેન્ટ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે થનારા રામ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી કોંગ્રેસને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ આગામી એપ્રિલ મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ મત ગુમાવવા ન પડે તે માટે કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગયા મહિને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મળ્યું હતું. દેશના કરોડો ભારતીયો પ્રભુ શ્રી રામની પૂજા કરે છે. ધર્મ હંમેશા માણસની અંગત બાબત રહી છે ત્યારે ભાજપ અને આરએસએસએ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આ સ્પષ્ટપણે આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે થઈ રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં હાજરી આપવાના ઈન્કારનો મુદ્દે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાઈ જામશે. ડાબેરી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપને દારૂગોળો પૂરો પાડીને આ કાર્યક્રમને ભાગ લેશે નહીં. સમાજવાદી પાર્ટી હજુ અનિર્ણિત છે શરદ પવારે કહ્યું કે તેમને આમંત્રણની જરૂર નથી અને જ્યારે તે “નસીબમાં લખાયું હશે ત્યારે ત્યાં જશે.

LEAVE A REPLY