પ્રતિક તસવીર REUTERS/Hollie Adams

700 જેટલા પોસ્ટ ઓફિસ ઓપરેટરોને ખોટી રીતે દોષિત ઠેરવતા હોરાઇઝન કૌભાંડ દરમિયાન કરવામાં આવેલા “સંભવિત છેતરપિંડીના ગુનાઓ” બાબતે મેટ્રોપોલિટન પોલીસે કૌભાંડ અંગે કોશન હેઠળ બે લોકોની મુલાકાત લીધા બાદ પોસ્ટ ઓફિસ સામે ફોજદારી તપાસ શરૂ થઇ શકે છે. મેટ્રોપોલિટન પોલીસે આ અંગે પ્રથમ વખત પુષ્ટિ કરી છે.

સ્કોટલેન્ડ યાર્ડે તા. 5ના રોજ જણાવ્યું હતું કે ‘’ડીપીપીના રેફરલ બાદ જાન્યુઆરી 2020માં તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓ આ કાર્યવાહીમાંથી ઉદ્ભવતા સંભવિત છેતરપિંડીના ગુનાઓ, પોસ્ટ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને કાર્યવાહીના સંબંધમાં ખોટી જુબાની અને ન્યાયના માર્ગને વિકૃત કરવાના સંભવિત ગુનાઓની તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરાઇ નથી. કાયદેસરની કાર્યવાહી અથવા સિવિલ એક્શનના પરિણામે સબ-પોસ્ટમાસ્ટર [ઓપરેટરો] પાસેથી વસૂલવામાં આવેલ નાણાં જેવી બાબતે તપાસ થઇ રહી છે.’’

જો કે એ સ્પષ્ટ નથી કરાયું કે આ તપાસ વ્યક્તિગત સ્ટાફના સભ્યોની કે કોર્પોરેટ એન્ટિટી તરીકે પોસ્ટ ઓફિસની થઇ શકે છે. જો કે એક હકિકત એ છે કે આ સંભવિત ગુનાઓ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલી તપાસ અને કાર્યવાહીમાંથી ઉદ્ભવે છે.

ખામીવાળા હોરાઇઝન એકાઉન્ટિંગ સૉફ્ટવેરને પગલે તેમની પોસ્ટ ઓફિસના આઉટલેટ્સમાંથી નાણાં ખૂટે છે તેવું દેખાડીને 1999 અને 2015ની વચ્ચે, 700થી વધુ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ મેનેજરોને ખોટી રીતે ફોજદારી કેસોમાં દોષિત ઠેરાવવામાં આવ્યા હતા. કરારની શરતોની કારણે આ ઓપરેટરો નાણાકીય નુકસાન માટે જવાબદાર હતા અને પોસ્ટ ઓફિસે માંગણી કરી હતી કે તેઓ નાણાં ચૂકવે અથવા તો પોસ્ટ ઓફિસ બંધ કરે, કાર્યવાહી અથવા સિવિલ ક્લેમનો સામનો કરે. સેંકડોને જેલમાં ધકેલી દેવાયા હતા અથવા નાદાર થઈ ગયા હતા. ઓછામાં ઓછા ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. મોટાભાગના પીડિતોને વળતર મળ્યું નથી.

અત્યાર સુધીમાં વળતર પેટે £151 મિલિયન ચૂકવવામાં આવ્યા છે. પણ સામે ઓપરેટરોએ દાવો કર્યો હતો કે ખોટી રીતે પાછા ખેંચાયેલા લાખો પાઉન્ડ પોસ્ટ ઓફિસના નફામાં ગયા હતા.

હોરાઇઝન સોફ્ટવેર પાછળની કંપની ફુજીત્સુના બે ભૂતપૂર્વ નિષ્ણાતોની મેટ પોલીસ પહેલાથી જ તપાસ કરી રહી છે, જેઓ ખોટી જુબાની અને ન્યાયના માર્ગને બગાડવા બદલ ટ્રાયલમાં સાક્ષી થયા હતા.

આ અઠવાડિયાની શરૂઆતમાં, ITV એ ‘’મિસ્ટર બેટ્સ વર્સીસ પોસ્ટ ઓફિસ’’ પ્રોગ્રામનું પ્રસારણ શરૂ કર્યું છે. જે કૌભાંડ અને ખોટી રીતે બ્રાન્ચ માલિક-ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવેલી ન્યાય માટેની લડતને દર્શાવતું ચાર ભાગનું નાટક છે.

પ્રસારણની શરૂઆતથી, 50 નવા સંભવિત પીડિતોએ વકીલોનો સંપર્ક કર્યો છે, જેમાં પાંચ એવા છે કે જેઓ અપીલ કરવા માગે છે. ક્રિમિનલ કેસ રિવ્યુ કમિશને વધુ સંભવિત પીડિતોને આગળ આવવા વિનંતી કરી છે. પચાસ નવા સંભવિત પીડિતોએ આ અઠવાડિયે વકીલોનો સંપર્ક કર્યો છે, જેમાં પાંચ એવા છે કે જેઓ તેમની સજા સામે અપીલ કરવા માગે છે. તેમણે એક નિવેદનમાં, તેણે કહ્યું હતું કે “જો તમારી અપીલ અસફળ રહી હોય, અથવા જો તમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં દોષિત ઠરાવ્યા હોય, અથવા જો મૃત્યુ પામેલા ભૂતપૂર્વ સબ-પોસ્ટમાસ્ટરના નજીકના સંબંધી હો તો તે મદદ કરી શકીએ છીએ”.

કન્ઝર્વેટિવ સાંસદો આ અઠવાડિયે સંસદમાં કાર્યવાહીની માંગ સાથે પાછા ફરે તેવી અપેક્ષા છે. લેબર સાંસદ અને હોરાઇઝન કોમ્પેન્સેશન એડવાઇઝરી બોર્ડના સભ્ય કેવન જોન્સે 19 ડિસેમ્બરના રોજ હાઉસ ઓફ કોમન્સના ફ્લોર પર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને વર્તમાન પોસ્ટલ અફેર્સ મિનિસ્ટરે તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. રવિવારે, વડા પ્રધાન સુનકે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે હોરાઇઝન કૌભાંડથી જેમના જીવન બરબાદ થયા છે તેવા ઓપરેટરોને સરકાર દ્વારા વિચારવામાં આવી રહેલી યોજનાઓ હેઠળ મુક્તિ મળી શકે છે. તો ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર ડેવિસે પોસ્ટ ઓફિસ ઓપરેટરો માટે ન્યાય ઝડપી બનાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવા માટે હાકલ કરી હતી.

LEAVE A REPLY