Seattle downtown and Space Needle view, Washington, USA

ભારતે અમેરિકામાં સીએટલ ખાતે છઠ્ઠું દૂતાવાસ તાજેતરમાં શરૂ કર્યું હતું. તેનાથી અલાસ્કા, ઇડાહો, મોન્ટાના, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓરેગોન, સાઉથ ડાકોટા, વોશિંગ્ટન અને વ્યોમિંગના રહેવાસીઓને વધુ નજીકમાં સેવાઓ મળશે. આ ઓફિસ ફેરમોન્ટ ઓલિમ્પિક હોટેલ, 411 યુનિવર્સિટી સ્ટ્રીટ સીએટલ ખાતે શરૂ કરાઈ છે.

આ દૂતાવાસમાં પ્રકાશ ગુપ્તા પ્રથમ કોન્સલ જનરલ તરીકે જોડાશે. તેમની કારકિર્દી રાજદ્વારી તરીકેની રહી છે. તેમણે બૈજિંગ, શાંઘાઈ, જાકાર્તા અને ન્યૂયોર્કમાં ભારતના યુનાઇટેડ મિશન્સમાં રાજદ્વારી તરીકે કામગીરી બજાવી છે. તેમનું છેલ્લુનું એસાઇન્મેન્ટ નવી દિલ્હીમાં હતુ. તેમા યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતની સ્ટુઅર્ડશિપનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન્સમાં ભારતે યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મંજૂર કરાવ્યો તેમા તેમની ભૂમિકા મહત્વની રહી હતી. ભારતે નવી દિલ્હીમાં જી20નું સફળ આયોજન કર્યુ તેમા પણ પ્રકાશ ગુપ્તાની મહત્વની ભૂમિકા હતી.

1978માં જન્મેલા ગુપ્તા અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક છે અને તેમણે નેહા પ્રકાશ સાથે લગ્ન કર્યા છે અને તેમને 15 વર્ષની પુત્રી છે. તેમનો હિન્દી, અંગ્રેજી અને મેન્ડેરિન પર સારો અંકુશ છે અને તે ઇન્ડોનેશિયાની બહાસા ભાષા પણ થોડીઘણી બોલી શકે છે.

અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં મેક્સિકન પછી સૌથી વધુ વસ્તી હોય તો તે ભારતીય અમેરિકનોની છે. બોથેલ ઇસ્ટ, મિલ ગ્રીક ઇસ્ટ અને રેડમંડ જેવા કેટલાક શહેરોમાં 20 ટકાથી પણ વધારે ભારતીયો રહે છે. ગ્રેટર સીએટલ વિસ્તાર અમેરિકામાં ભારતીયોની વસ્તીવાળો સૌથી મોટો છઠ્ઠા નંબરનો વિસ્તાર છે, એમ ગુપ્તાને આવકારતા સીએટલ યુનિવર્સિટી રાઉન્ડગ્લાસ ઇન્ડિયા સેન્ટરે જણાવ્યું હતું. ભારતના બીજા પાંચ કોન્સ્યુલેટ સાન ફ્રાન્સિસ્કો, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન અને ન્યૂયોર્કમાં છે.

LEAVE A REPLY