(Photo: iStock)

યુકેની ટોચની કંપનીઓના મેનેજમેન્ટમાં વંશિય લઘુમતીઓના પ્રતિનિધિત્વમાં વધારો કરવા માટેની કેમ્પેઇન ચેન્જ ધ રેસ રેશિયો 2023ના જારી થયેલા પ્રોગ્રેસ રીપોર્ટમાં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ કેમ્પેઇન સામેલ થયેલી કંપનીઓએ બિઝનેસ લીડરશીપમાં વંશિય પ્રતિનિધિત્વમાં વધારો કરવા અને ડેટામાં પારદર્શકતા લાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

રીપોર્ટ દર્શાવે છે કે FTSE350 ઇન્ડેક્સની કંપનીઓએ 12 મહિના પહેલાની સરખામણીએ સિનિયર મેનેજમેન્ટમાં વંશિય પ્રતિનિધિત્વમાં 25 ટકાનો વધારો કર્યો છે. ડેટા અને રીપોર્ટિંગના સંદર્ભમાં 32 ટકા કંપનીઓએ પ્રથમ વખત તેમના એથનિસિટી પે ગેપ્સની માહિતી જાહેર કરવાની યોજના બનાવી છે. સૌથી વધુ મહત્ત્વનું એ છે કે 59 કંપનીઓ અગાઉથી આ અંગેની માહિતી જાહેર કરી રહી છે. આ તારણ તાજેતરના અભ્યાસોથી વિપરીત છે, કારણ કે આ અભ્યાસમાં જણાવાયું હતું કે યુકેમાં 250થી વધુ સ્ટાફ ધરાવતી લગભગ 2% કંપનીઓ જ તેમના વંશીય પગાર તફાવતની જાણ કરી રહી છે.

વધુમાં પહેલી જાન્યુઆરીથી ચેન્જ ધ રેસ રેશિયો કેમ્પેઇનની સ્ટીયરિંગ કમિટિમાં ઓટો ટ્રેડર, શેલ યુકે અને સ્પાયરેક્સ-સર્કો એન્જિનિયરિંગના વરિષ્ઠ પ્રતિનિધિઓ સામેલ થયા છે. આ સમિતિના સભ્યો કેમ્પેઇન ઓર્ગેનાઇઝેશનની વ્યૂહરચના અને ભાવિ યોજનાઓને આકાર આપવામાં અને મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ કેમ્પેઇનનો હેતુ યુકેની ટોચની કંપનીઓના મેનેજમેન્ટમાં એથનિક અને માઇનોરિટીના પ્રતિધિત્વના રેશિયોમાં વધારો કરવાનો છે. 2024માં આ કેમ્પેઇનના ઓર્ગેનાઇઝેશનમાં ચેરમેન અને સીઇઓ માટે વધુ અવકાશ ઊભો કરાશે. વધુમાં, તેઓ એક નવો લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ  શરૂ કરશે, જેનો ઉદ્દેશ્ય ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા જૂથોના નેતાઓની પાઇપલાઇન વધારવાનો છે.

વધુને વધુ કંપનીઓને તેમની વંશીય પગાર તફાવતની જાણ કરવા પ્રોત્સાહિત કરવા, ચેન્જ ધ રેસ રેશિયો એક માર્ગદર્શિકા જાહેર કરશે. આ ગાઇડલાઇનથી કંપનીઓને તેમના પ્રથમ અહેવાલ તૈયાર કરવામાં અને નવા સંકલિત ડેટાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ મળશે.

ચેન્જ ધ રેસ રેશિયોની સ્થાપના 2020માં લોર્ડ કરણ બિલિમોરિયાએ કરી હતી અને હાલમાં તેના ચેરમેન સર ટ્રેવર ફિલિપ્સ છે. 100થી વધુ અગ્રણી કંપનીઓ આ કેમ્પેઇનમાં જોડાઈ છે તથા પરિવર્તન માટે તેમની ચાર પ્રતિબદ્ધતાઓ હાંસલ કરવા પ્રયાસો કરી રહી છે.

ચેન્જ ધ રેસ રેશિયોના ચેરમેન સર ટ્રેવર ફિલિપ્સે જણાવ્યું હતું કે “સપ્ટેમ્બરમાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારથી, અમે સંસ્થા માટે વિઝન અને મહત્વાકાંક્ષા નક્કી કરવા સાથે મળીને કામ કર્યું છે, સ્ટીયરિંગ કમિટિનું વિસ્તરણ એ અમારી યોજનાઓ પૂરી થાય તેની ખાતરી કરવા માટે એક નિર્ણાયક પગલું હતું. આ ત્રણેય કંપનીઓ લાંબા સમયથી હસ્તાક્ષરકર્તા છે, અમે તેમના સીઇઓ અને એક્ઝિક્યુટિવ ટીમ સાથે કામ કરી રહ્યા છીએ અને અમે વરિષ્ઠ નેતૃત્વમાં વિવિધતા સુધારવાના તેમના સંકલ્પના સાક્ષી છીએ.”

સ્ટીયરિંગ કમિટીમાં ત્રણ કંપનીઓના પ્રતિનિધિતિઓમાં ઓટો ટ્રેડરના પીપલ એન્ડ કલ્ચર ડાયરેક્ટર ક્રિસ્ટોસ ત્સાપ્રોનિસ, શેલ યુકેના વાઇસ પ્રેસિડન્ટ (એચઆર) ભાવિન કોટેચાનો સમાવેશ થાય છે.

સ્ટીયરિંગ કમિટીમાં શા માટે જોડાયા છે તે અંગે ભાવિન કોટેચાએ જણાવ્યું હતું કે “શેલ વિશ્વની સૌથી વૈવિધ્યસભર અને સર્વસમાવેશક સંસ્થાઓમાંની એક બનવા માટે પ્રતિબદ્ધ છે. યુ.કે.માં અમે સ્વેચ્છાએ અમારો વંશીય પગાર તફાવતનો ડેટા શેર કરીએ છીએ અને ઘણા વર્ષોથી ચેન્જ ધ રેસ રેશિયો સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે. હું ઝુંબેશ જૂથની સ્ટીયરિંગ કમિટીમાં જોડાવા માટે આતુર છું.

આ કેમ્પેઇનનો હેતુ FTSE 100 ઇન્ડેક્સની કંપનીઓના બોર્ડમાં ઓછામાં એક વંશીય લઘુમતીના પ્રતિનિધિનો સમાવેશ કરવાનો છે. FTSE 250 ઇન્ડેક્સની કંપનીઓ ડિસેમ્બર 2024 સુધીમાં ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી બોર્ડના સભ્યને સ્થાન આપશે.

LEAVE A REPLY