વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના એક દિવસ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા.
આ શો 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ મુલાકાતીઓ માટે અને 12 અને 13 જાન્યુઆરીએ લોકો માટે ખુલ્લો મુકાયો હતો.
2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ ટ્રેડ શોમાં ભારત અને અન્ય 20 દેશોના 1,000થી વધુ પ્રદર્શકો હાજર રહેશે. ટ્રેડ શોમાં ‘મેક ઇન ગુજરાત’ અને ‘આત્મ નિર્ભરભારત’ જેવી થીમને સમર્પિત 13 હોલ બનાવવામાં આવ્યાં હતા. આ એક્ઝિબિશનમાં અંદાજે 450 MSME એકમો ભાગ લઈ રહ્યાં છે.
10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યોજાયેલા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે.
55 બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોના CEO અને ટોચના અધિકારીઓએ VGGS ખાતે તેમની સહભાગિતાની પુષ્ટિ કરી હતી.
ગુજરાત સરકારે 9 થી 13 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ શોનું આયોજન કર્યું હતું. તે ભારતનો સૌથી મોટો વૈશ્વિક ટ્રેડ શો છે, જેમાં કૃષિ, ફૂડ પ્રોસેસિંગ ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, ફિનટેક સહિતના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ટ્રેડ શોમાં IT અને ITES સ્ટાર્ટઅપ્સને સમર્પિત TechEd પેવેલિયનનો સમાવેશ કરાયો હતો. જેમાં ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સેવાઓ દર્શાવવામાં આવશે. વિવિધ પ્રવૃત્તિઓ, જેમ કે રિવર્સ બાયર્સ મીટ અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા પ્રોગ્રામનો આયોજન કરાયું હતું.
આ ટ્રેડ શોમાં ‘મેક ઈન ગુજરાત’, “આત્મ નિર્ભર ભારત” સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 20 દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરાઈ હતી. વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓ રજૂ કરશે. આ ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે.
ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.