. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવાર જણાવ્યું હતું કે ત્રણ નવા ફોજદારી ન્યાય કાયદા ‘‘નાગરિક પહેલા, ગરીમા પહેલા અને ન્યાય પહેલા’’ની ભાવના સાથે બનાવવામાં આવ્યાં છે અને હવે પોલીસે ડંડાના બદલે ડેટા સાથે કામ કરવાની જરૂર પડશે.

જયપુરમાં પોલીસ મહાનિર્દેશકો (DGP) અને પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ્સ (IGP)ની 58મી કોન્ફરન્સને સંબોધતા મોદીએ પોલીસને મહિલાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરી હતી, જેથી મહિલાઓ કોઇપણ જગ્યાએ અને કોઇપણ સમયે નિર્ભયતાથી કામ કરી શકે.

મોદી સરકારે તાજેતરમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા કાયદા ઘડ્યા છે. આ કાયદાઓ અનુક્રમે ભારતીય દંડ સંહિતા-1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર-1898 અને ભારતીય પુરાવા ધારા 1872નું સ્થાન લેશે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે આ નવા કાયદાઓ ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં દાખલારૂપ પરિવર્તન છે. નવા કાયદામાં મહિલાઓ અને છોકરીઓને તેમના અધિકારો અને સુરક્ષા અંગે સંવેદનશીલ બનાવવાના ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. ભારતની આઝાદીની શતાબ્દી 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે ભારતીય પોલીસે પોતાની જાતને આધુનિક અને વિશ્વ કક્ષાના દળમાં પરિવર્તિત કરવી જોઈએ.

LEAVE A REPLY