ફાઇલ ફોટો (Photo by Alex Davidson/Getty Images)

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આ મહિને ભારતના પ્રવાસે જવાની છે, જ્યાં તે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીએ શરૂ થશે અને પાંચમી તથા અંતિમ ટેસ્ટ મેચ 7 થી 11 માર્ચ દરમિયાન હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાશે. 

આ પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવાઈ છે, જ્યારે ભારતીય ટીમ હવે પછી જાહેર કરાશે. 

આ સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમનો સુકાની બેન સ્ટોક્સ રહેશે, તો 16 સભ્યોની ટીમમાં જોની બેરસ્ટો તથા બેન ફોક્સ વિકેટકીપર રહેશે. ટીમ આ મુજબ છેઃ

બેન સ્ટોક્સ (સુકાની)રેહાન અહેમદજેમ્સ એન્ડરસનગસ એટકિન્સનજોની બેરસ્ટોશોએબ બશીરહેરી બ્રુકજેક ક્રોલીબેન ડકેટબેન ફોક્સ (વિકેટકીપર)ટોમ હાર્ટલેજેક લીચઓલી પોપઓલી રોબિન્સનજો રૂટ અને માર્ક વુડ.

પાંચ ટેસ્ટની સીરીઝનો કાર્યક્રમ આ મુજબ છેઃ 

પ્રથમ ટેસ્ટ: 25થી 29 જાન્યુઆરીહૈદરાબાદ 

બીજી ટેસ્ટ: 2થી 6 ફેબ્રુઆરીવિશાખાપટ્ટનમ  

ત્રીજી ટેસ્ટ: 15થી 19 ફેબ્રુઆરીરાજકોટ  

ચોથી ટેસ્ટ: 23થી 27 ફેબ્રુઆરીરાંચી  

પાંચમી ટેસ્ટ: 7થી 11 માર્ચધરમશાલા  

LEAVE A REPLY