ન્યૂ હેમ્પશાયરમાં એક કેમ્પઇન દરમિયાન ભૂતપૂર્વ યુએન એમ્બેસેડર નિક્કી હેલીએ જાહેરાત કરી હતી કે, જો તે પ્રેસિડેન્ટપદે ચૂંટાશે તો તે ગુનાઇત ઠરેલા કેસમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પને “દેશના સૌથી શ્રેષ્ઠ હિતમાં માફ કરશે.”
હેલીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કાયદાકીય લડત સામનો કરી રહ્યા છે, જેમાં તેની સામે ફ્લોરિડા, ન્યૂયોર્ક અને જ્યોર્જિયામાં 87 ગુનાઇત આરોપો નોંધાયા હતા. આ આરોપોમાં 2020ની ચૂંટણીના પરિણામોને બદલાવવાના પ્રયાસો, ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ, પરિસ્થિતિનું ગેરસંચાલન કરવા અને પોર્ન સ્ટારને ગેરકાયદે નાણા ચૂકવવાનો સમાવેશ થાય છે.
હેલીનું ટ્રમ્પ પ્રત્યેનું આવું વલણ ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ અને બિઝનેસમેન વિવેક રામાસ્વામી સહિત અન્ય અગ્રણી રીપબ્લિકન નેતાઓ સાથે સહમતિ દર્શાવે છે, તેમણે ટ્રમ્પને સંભવિત માફી આપવા માટે તેમનું સમર્થન હોવાનો સંકેત પણ આપ્યો હતો.
ન્યૂ હેમ્પશાયરના કેમ્પેઇન દરમિયાન નવ વર્ષના બાળક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં, હેલીએ દેશના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં લેવા બાબતે મહત્વ આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, “જો ટ્રમ્પ દોષિત ઠરશે તો એક નેતાએ દેશના હિતમાં શું શ્રેષ્ઠ છે તે અંગે વિચારવાની જરૂર છે. દેશના હિતમાં એ જ બાબત મહત્ત્વની છે કે, જેલમાં કોઈ 80 વર્ષીય વ્યક્તિ બેઠો ન હોય જે આપણા દેશને સતત વિભાજિત કરતો રહે.”
હેલીએ તેના સમાપનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ટ્રમ્પને માફ કરવાથી રાષ્ટ્રને આગળ વધવાની ગતિ મળશે, અને તેમના વિશે વધુ વાત ન કરીએ.”

LEAVE A REPLY