(Photo by Charlie Crowhurst/Getty Images)

ભૂતપૂત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ એક સ્પોર્ટ્સ ફર્મમાં તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સ વિરુદ્ધ ₹15 કરોડની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી છે. 2017ના બિઝનેસ ડીલના સંદર્ભમાં આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં ફરિયાદ કરાઈ છે.

દિવાકરે 2017માં ધોની સાથે ક્રિકેટરનાં નામે ભારત અને વિદેશમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે કરાર કર્યો હતો. પરંતુ, ફરિયાદમાં જણાવ્યા મુજબ કરારની શરતોનું પાલન થયું ન હતું. આર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઇઝ ફી અને નફોના હિસ્સો ધોનીને આપ્યો ન હતો. ધોનીએ 15 ઓગસ્ટ, 2021 ના ​​રોજ આર્કા સ્પોર્ટ્સ પાસેથી ઓથાઇઝેશન લેટર પાછો ખેંચી લીધો હતો અને ઘણી કાનૂની નોટિસો મોકલી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.

LEAVE A REPLY