વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લક્ષદ્વીપમાં એક પ્રાચીન બીચ પર આરામ કર્યો હતો. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મોર્નિંગ વોક, આર્મચેર પર આરામ કરવાથી લઈને સ્નોર્કલિંગ સુધીની પ્રવૃત્તિઓ કરી હતી અને લોકોને વિદેશી પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા પહેલા આ નાનકડા ટાપુસમુહની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લક્ષદ્વીપના લોકો સુધી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે આ દ્વીપસમૂહ નાનો છે, પરંતુ તેનું હૃદય વિશાળ છે. વડાપ્રધાન આ કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂ.1,150 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

જાહેરસભાને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે લક્ષદ્વીપનો ભૌગોલિક વિસ્તાર નાનો હોવા છતાં લોકોના હૃદય દરિયા જેટલા ઊંડા છે. તેમણે સ્વદેશ દર્શન યોજના હેઠળ લક્ષદ્વીપ માટે એક વિશેષ યોજના તૈયાર કરવાની જાહેરાત કરી હતી. તેમાં લક્ષદ્વીપના અજોડ આકર્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

કદમત અને સુહેલી ટાપુઓ પર બે દરિયાકિનારા અને આગામી વોટર વિલા પ્રોજેક્ટ્સ પર ભાર મૂકીને પીએમએ જણાવ્યું હતું કે લક્ષદ્વીપ ટોચના ક્રુઝ ટુરિઝમ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે છેલ્લાં પાંચ વર્ષમાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. એકવાર તમે લક્ષદ્વીપની સુંદરતાનો અનુભવ કરશો તો વિશ્વના અન્ય સ્થળો ફિક્કા લાગશે.

LEAVE A REPLY