ઈરાનના કેમરન શહેરમાં બુધવારે થયેલા બે શક્તિશાળી વિસ્ફોટમાં 95 લોકોનાં મોત થયાં હતાં અને 211 થયા હતા. આ વિસ્ફોટ દેશના ભૂતપૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર નજીક થયા હતા. ઇરાની પોલીસે આને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
ઈરાનમાં 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછીનો આ સૌથી ઘાતક આતંકવાદી હુમલાની હતો અને તેની જવાબદારી તરત જ કોઈએ સ્વીકારી ન હતી. ઈરાનના નેતાઓએ વિસ્ફોટો માટે જવાબદાર લોકોને સજા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં ઓછામાં ઓછા 211 લોકો ઘાયલ થયા હતા.
બુધવારે કાસિમ સુલેમાનીના મૃત્યુને ચાર વર્ષ થયા હતાં. 2020માં યુએસ અને ઇઝરાયલ દ્વારા બગદાદમાં મિસાઇલ હુમલામાં સુલેમાનીનું મોત થયું હતું.
રિપોર્ટ અનુસાર, ઈરાનના કરમાન શહેરમાં ઈરાની સેનાના પૂર્વ જનરલ સુલેમાનીની કબર નજીક પહેલો બ્લાસ્ટ થયો હતો. આ પછી તરત બીજો બ્લાસ્ટ થયો હતો. ઈરિબના રિપોર્ટમાં કરમનના નાયબ ગવર્નરનો હવાલો આપતા કહેવામાં આવ્યું હતું આ એક આતંકવાદી હુમલો હતો. ઓનલાઈન પ્રસારિત એક વીડિયોમાં રોડ પર અનેક મૃતદેહો જોવા મળ્યાં હતા.
ભૂતપૂર્વ જનરલ સુલેમાનીનું 3 જાન્યુઆરી 2020ના બગદાદ એરપોર્ટ પર અમેરિકન ડ્રોન હુમલામાં મોત થઈ ગયું હતું. ઈરાનમાં સુલેમાની એક કદ્દાવર વ્યક્તિ હતા. તેમણે ઈરાનથી સુપ્રીમ નેતા અયાતુલ્લા ખુમૈની બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. 2020માં ટ્રમ્પે સુલેમાનીના મોતને સૌથી મોટી જીત ગણાવતા તેમણે દુનિયાનો આતંકવાદી નંબર એક કહ્યો હતો.