પ્રતિક તસવીર

વેલ્થ મેનેજમેન્ટ ફર્મ ટ્રુ બીકન અને વેન્ચર કેપિટલ ફર્મ ગૃહસ, ભારતના સૌથી મોટા સ્ટોક બ્રોકરો પૈકીના એક ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ અને આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. નીરજા બિરલાની વરણી કિંગ ચાર્લ્સ III દ્વારા સ્થાપિત બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ઈન્ડિયા એડવાઈઝરી કાઉન્સિલમાં કરવામાં આવી છે.

કામથ બિલ ગેટ્સ અને વોરેન બફેના “ધ ગિવિંગ પ્લેજ” પર સહી કરી પોતાના નફાના ઓછામાં ઓછા 50 ટકા આપનાર સૌથી યુવા ભારતીય છે. તેઓ ચેરીટીમાં રહીને ભારતમાં જટિલ સામાજિક ફેરફારોને સંબોધવાની આશા રાખે છે.

કામથે કહ્યું હતું કે “હું મારા પરોપકારી અભિગમના ભાગરૂપે નવીન અને અગ્રણી સામાજિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરવા પ્રતિબદ્ધ છું. અમે સમગ્ર દેશમાં જટિલ સામાજિક પડકારોને નવીનતાપૂર્વક અને સ્કેલ પર સંબોધવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

ડૉ. નીરજા બિરલા તેમની ‘એમ્પાવર’ની પહેલ માટે જવાબદાર છે. જે જાગૃતિ અને હિમાયત દ્વારા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેના વલણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે.

ટ્રસ્ટની ઈન્ડિયા એડવાઈઝરી કાઉન્સિલના અધ્યક્ષ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સહિત અન્ય પ્રતિષ્ઠિત ભારતીય બિઝનેસ અને પરોપકારી નેતાઓ આ ટ્રસ્ટમાં જોડાયા છે.

LEAVE A REPLY