સ્થાનિક શીખ સમુદાય દ્વારા લગ્ન માટે એકત્ર કરાયેલી £8,000ની ચોરી કરવાનું કાવતરું ઘડવા બદલ સાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં રહેતા 41 વર્ષના કલવંત કૌરને 15 મહિનાની અને તેના 22 વર્ષના પુત્ર જંગ સિંઘ લંકનપાલને 30 મહિનાની જેલની સજા સાઉધમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.
હેમ્પશાયર કોન્સ્ટેબ્યુલરીની વેસ્ટર્ન એરિયા ક્રાઈમ ટીમના ડિટેક્ટીવ કોન્સ્ટેબલ જેસ સ્વિફ્ટે જણાવ્યું હતું કે, “કૌર અને લંકનપાલે તેઓ જેમને જાણતા હતા તે જ લોકો પાસેથી મોટી રકમની ચોરી કરવાનું કાવતરૂ ઘડ્યું હતુ. જે પૈસા તેમના સમુદાયના લોકોને મદદ કરવા માટે એકત્ર કરાયા હતા.”
£8,000ની આસપાસની રકમ 15 સપ્ટેમ્બરના રોજ સાઉથમ્પટનના ક્લોવેલી રોડના એક સરનામેથી લેવામાં આવ્યા હતા.