25 વર્ષની બ્યુટી થેરાપિસ્ટને તારા પગ ‘સેક્સી’ છે એમ કહી શરીરની મસાજ કરવાનું કહેનાર તથા કામના કમ્પ્યુટર પર પોર્ન વિડીયો મોકલી જાતીય સતામણી કરનાર સલુન માલીકે રીડિંગ, બર્કશાયર સ્થિત એમ્પલોયમેન્ટ ટ્રીબ્યુનલના આદેશને પગલે નહિં ચૂકવેલા પગાર પેટે £1500 ચૂકવવા પડશે. જાતીય સતામણીનું વળતર પછીની તારીખે નક્કી કરવામાં આવશે.
રોહિત વિકાલે તેના સરેના ફર્નહામમાં આવેલા શેપિન્સ ક્લિનિક – સલુનમાં કામ કરતી એપ્રિલ ફ્રીક નામની બ્યુટી થેરાપિસ્ટની છાતી પરના બેજને વારંવાર સ્પર્શ કર્યો હતો. નોકરી શરૂ કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ફ્રીકે પજવણીને ટાંકીને રાજીનામું આપ્યું હતું.
ફ્રીકે ફેબ્રુઆરી 2022માં કમા શરૂ કર્યું હતું. વિકાલે મસાજ કરવાનું કહેતા ફ્રીક અસ્વસ્થતા અનુભવતી હતી. ફ્રીકને એક ટ્રેઇનીંગ કોર્સ પર મોકલવામાં આવી ત્યારે તેણી વોટફોર્ડ નજીકની હોટલમાં રાત રોકાઇ હતી તે દિવસે વિકાલે ફ્રીકને ઘણા ટેક્સ્ટ સંદેશા મોકલ્યા હતા જેમાં જણાવાયું હતું કે તે હોટેલના રિસેપ્શન એરિયામાં છે અને તેના રૂમમાં આવવાનો છે. બીજે દિવસે સાજે તે ફ્રિકને મળ્યો હતો અને સાંજ તેમણે રૂમમાં વીતાવી હતી તથા પીઝા ખાધા હતા.
ફ્રીકે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે મિસ્ટર વિકલના વર્તનથી તેણીને ‘હારી ગયેલી, બીમાર, ડરેલી’ હોવાની લાગણી થઈ હતી અને તેણીને મદદ અને કાઉન્સેલિંગ માટે પ્રેરિત કરી હતી.