ભારત સરકારે ડીસેમ્બરમાં દેશના ખેલાડીઓ તેમજ કોચ માટે વિવિધ એવોર્ડ્સની જાહેરાત કરી હતી, જેમાં ખેલાડીઓ તથા કોચ બન્નેને 2023માં તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમજ ત્રણ કોચ તથા ત્રણ ખેલાડીઓને લાઈફ ટાઈમ એચિવમેન્ટ બદલ એવોર્ડ એનાયત કરાશે. બેડમિંટનમાં પુરૂષોના ડબલ્સના ખેલાડીઓ ચિરાગ શેટ્ટી તથા સાત્વિક સાઈરાજને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ અપાશે, તો બેડમિંટન ખેલાડી સુશ્રી મંજુશા કંવર, કબડ્ડી ખેલાડી સુશ્રી કવિથા સેલ્વરાજને તથા હોકી ખેલાડી વિનીત કુમાર શર્માને લાઈફ ટાઈમ એચિવમેન્ટ બદલ ધ્યાન ચંદ એવોર્ડ એનાયત કરાશે.
ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને 2023માં તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડથી સન્માનિત કરાશે. આ એવોર્ડ વિતરણ સમારંભ 9મી જાન્યુઆરીના રોજ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમને એવોર્ડ એનાયત કરાશે.
અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓની યાદી આ મુજબ છેઃ
મોહમ્મદ શમી ક્રિકેટ
ઓજસ પ્રવીણ દેવતાલે તિરંદાજી
અદિતિ ગોપીચંદ સ્વામી તિરંદાજી
શ્રીશંકર એમ એથ્લેટિક્સ
પારૂલ ચૌધરી એથ્લેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન મુક્કાબાજી
સુશ્રી આર વૈશાલી ચેસ
અનુશ અગરવાલા ઘોડેસવારી
સુશ્રી દિવ્યકૃતિ સિંહ ઘોડેસવારી ડ્રેસેજ
દીક્ષા ડાગર ગોલ્ફ
કૃષ્ણ બહાદુર પાઠક હોકી
સુશ્રી સુશીલા ચાનુ હોકી
પવન કુમાર કબડ્ડી
રિતુ નેગી કબડ્ડી
સુશ્રી નસરીન ખો-ખો
સુશ્રી પિંકી લોન બોલ્સ
એશ્વર્યા પ્રતાપ સિંહ તોમર શૂટિંગ
સુશ્રી ઈશા સિંહ શૂટિંગ
હરિંદર પાલ સિંહ સંધુ સ્ક્વોશ
સુશ્રી અયહિકા મુખર્જી ટેબલ ટેનિસ
સુનિલ કુમાર કુસ્તીબાજી
સુશ્રી અંતિમ કુસ્તીબાજી
રોશીબિના દેવી વુશુ
સુશ્રી શીતલ દેવી પેરા આર્ચરી
ઈલ્લુરુ અજય કુમાર રેડ્ડી બ્લાઇન્ડ ક્રિકેટ
સુશ્રી પ્રાચી યાદવ પેરા કેનોઇંગ
2023ના વર્ષના કોચ માટેના દ્રોણાચાર્ય એવોર્ડની યાદી
લલિતકુમાર કુસ્તીબાજી
આર. બી. રમેશ ચેસ
મહાવીર પ્રસાદ સૈની પેરા એથ્લેટિક્સ
શિવેન્દ્ર સિંઘ હોકી
ગણેશ પી. દેવરૂખકર મલખમ્બ
કોચને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડની યાદી
જસકિરત સિંઘ ગ્રેવાલ ગોલ્ફ
ભાસ્કરન ઈ. કબડ્ડી
જયંત કુમાર પુશિલાલ ટેબલ ટેનિસ