શાહરૂખ ખાન માટે 2023નું વર્ષ છેલ્લાં ઘણા વર્ષો કરતાં ઘણું સારું સાબિત થયું છે. આ વર્ષ તેના ચાહકોને વર્ષ 2004ની યાદ અપાવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરાયો છે કે શાહરૂખ ખાન માટે ચાલુ વર્ષ 2004 જેવું જ હતું.
આ સરખામણી તેની ફિલ્મોના અભિનયના આધારે કરાઈ છે. પોસ્ટમાં શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ સંયોગનું સત્ય બતાવવા માટે કેટલાક તથ્યો પણ રજૂ કરાયા છે.
પોસ્ટમાં જણાવ્યા અનુસાર વર્ષ 2004માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો વીર ઝરા, મેં હૂં ના અને સ્વદેશ રિલીઝ થઈ હતી. આ વર્ષે પણ શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો પઠાણ, જવાન અને ડન્કી રીલિઝ થઈ હતી. આ સાથે ફિલ્મની હિટ અને ફ્લોપ વચ્ચે પણ સરખામણી કરાઈ હતી.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 2004માં બે ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મો હતી વીર ઝરા અને મૈં હું ના. આ સિવાય સ્વદેશ અંડર પરફોર્મર રહી હતી. આ વર્ષે પણ પઠાણ અને જવાન બ્લોકબસ્ટર સાબિત થઈ છે, જ્યારે ડિંકી અંડર પરફોર્મર રહી છે.