FILE PHOTO: REUTERS/Rebecca Cook//File Photo

ગુજરાતમાં ટેસ્લાના રોકાણ અંગે મોટો સંકેત આપતાં ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ ઇલોન મસ્કની ગુજરાત પર નજર છે.  

વિશ્વની આ દિગ્ગજ ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની રાજ્યમાં રોકાણની યોજના બનાવી રહી છે તેવા સવાલનો જવાબ આપતા પ્રધાને જણાવ્યું હતું કે “અમે ખૂબ આશાવાદી છીએગુજરાત સરકાર ખૂબ જ આશાવાદી છે. ટેસ્લાના સ્થાપક ઇલોન મસ્કની નજર રાજ્ય પર છે. આશા રાખીએ કે તેઓ ગુજરાત આવે.”

પ્રધાને જણાવ્યું હતું કે  અન્ય કાર ઉત્પાદકો ગુજરાતમાં તેમના પ્રોજેક્ટ ધરાવે છે અને રાજ્યમાં સરકાર અને લોકો બંને બિઝનેસ-ફ્રેન્ડલી છે. ગુજરાતમાં ટાટાફોર્ડ અને સુઝુકી જેવી મોટી કંપનીઓ પ્લાન્ટ ધરાવે છે. જો આવી રીતે જ ટેસ્લાનું અહીં આવશે તો તે ગુજરાતના વિકાસ માટે સારું છે. જો ટેસ્લા અહીં આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું. સરકાર ખૂબ જ મદદ કરી રહી છે. ગુજરાતમાં વાતાવરણ ખૂબ જ સહાયક છે.  

સમાચાર એજન્સી બ્લૂમબર્ગે આ મહિનાની શરૂઆતમાં સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કેભારત ટેસ્લા સાથેના કરાર કરવાની તૈયારીમાં છે. ભારત કંપનીને 2024થી તેની ઈલેક્ટ્રિક કાર ભારતમાં આયાત કરવાની છૂટ આપશે અને બે વર્ષમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપશે. અહેવાલમાં જણાવાયું હતું કે ગુજરાતમહારાષ્ટ્ર અને તમિલનાડુને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે કારણ કે રાજ્યોએ પહેલેથી જ ઇલેક્ટ્રિક વાહનો અને નિકાસ માટે ઇકોસિસ્ટમ સ્થાપિત કરી છે આ અંગેની જાહેરાત જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં થવાની ધારણા છે. 

LEAVE A REPLY