આંધ્રપ્રદેશના એક જ NRI કુટુંબના છ સભ્યો અમેરિકામાં ક્રિસમસ પછીના કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેમા રાજ્યની સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્યના સગા પણ હતા. અમેરિકામાં ટેક્સાસમાં થયેલા અકસ્માતમાં તેઓના મોત થયા હતા.
નાતાલના બીજા દિવસ 26 ડિસેમ્બરે ટેક્સાસની જહોન્સન કાઉન્ટીમાં આ ઘટના બની હતી, જેણે એક કિલ્લોલ કરતાં કુટુંબને ખતમ કરી નાખ્યું હતું. મૃત્યુ પામેલાઓ અન્ય સગાને ત્યાં જઈ રહ્યા હતા. તેઓ સવારે સ્થાનિક પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા. તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહન મિનીવાનને યુવાનોને લઈ જતી પિકઅપ ટ્રકે ટક્કર મારી હતી. પ્રારંભિક પુરાવા મુજબ પિક-અપ ટ્રક ખોટી રીતે ચલાવવામાં આવી રહી હતી.
આ અકસ્માતમાં એકમાત્ર વ્યક્તિ લોકેશનો બચાવ થયો હતો, પરંતુ તેની હાલત ગંભીર છે. પિક અપ ચલાવનારા બંને હોસ્પિટલમાં છે. ઇજાગ્રસ્તોને હાઇવે પરથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. વિધાનસભ્યા પોન્નાડા વેંકટ સતીશ કુમારે જણાવ્યું હતું કે મારા કાકાએ એક સંબંધીના ઘરે ક્રિસમસ ઉજવી હતી. 26 ડિસેમ્બરના રોજ, તેઓ સવારે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા અને સાંજે 4 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) બહાર નીકળ્યા હતા. તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં ટ્રકની ભૂલ હતી.
મૃતકોની ઓળખ પી નાગેશ્વર રાવ, સીતા મહાલક્ષ્મી, નવીના, ક્રુતિક અને નિશિતા નામની એક યુવતી તરીકે થઈ છે. છઠ્ઠા સભ્ય છે, તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.