વડા પ્રધાન ઋષી સુનકે યુકેમાં ‘વિશ્વ-કક્ષાની’ શિક્ષણ પ્રણાલી બનાવવા માટે નવા એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ માટે નવી દરખાસ્તો પર પ્રતિસાદ મેળવવા માટે એક પરામર્શ દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે. નવા સૂચનો મુજબ વિદ્યાર્થીઓએ એ લેવલ્સમાં ત્રણને બદલે પાંચ વિષયો લેવાના રહેશે અને ક્લાસરૂમનો સમય વધારવામાં આવશે. ત્રણ મેજર અને બે માઇનોર વિષયોમાં બધાએ ઇંગ્લિશ અને મેથ્સનો 18 વર્ષ સુધી અભ્યાસ કરવાનો રહેશે.
નવા નિયમો મુજબ બધા કિશોરોએ 18 વર્ષની વય સુધી સારો નાણાકીય નિર્ણય લેવાનું અને ઇંગ્લિશ સાહિત્યનો અભ્યાસ કરવાનો રહેશે. જ્યારે કેટલાકને બિઝનેસ ઇંગ્લિશ શીખવવામાં આવશે.
એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ (ABS) લાયકાતો ઈંગ્લેન્ડમાં A-લેવલ્સ અને T-લેવલ્સને બદલશે જેને જૂ કરવામાં લગભગ એક દાયકાનો સમય લાગશે.
નવો પરામર્શ દસ્તાવેજ કહે છે કે દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછું, જીવન માટે જરૂરી મૂળભૂત ગણિત અને ઇંગ્લિશ જ્ઞાનની સારી સમજ હોવી જોઈએ અને તેને લાગુ કરવા સક્ષમ હોવા જોઈએ. આનાથી તેઓ સારા નાણાકીય નિર્ણયો લઈ શકશે, તેમની વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થા કરી શકશે અને અસરકારક રીતે વાતચીત કરી શકશે.