Prem Sikka

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ સંસ્થાઓમાંની એક ICAEWની ટોચની રેન્કમાં શ્યામ અને લઘુમતી વંશીય ડાયરેક્ટર્સની નિમણૂંક કરવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરવામાં આવી છે. સંસ્થાના સૌથી મોટા ઓડિટર્સ દ્વારા બસ્ટ થયેલી કંપનીઓની સ્ટ્રિંગમાં સમસ્યાઓ ન જોવા માટે ધડાકો કર્યા પછી આ હકિકત બહાર આવી છે.

સૌથી મોટા ચાર એકાઉન્ટિંગ ગૃપ પીડબલ્યુસી, કેપીએમજી, ડેલોઇટ અને ઇવાયનો ત્રીજા ભાગનો સ્ટાફ અશ્વેત અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે તે હકીકત હોવા છતાં સંસ્થાના બોર્ડમાં શ્વેત ડાયરેક્ટર્સનું વર્ચસ્વ છે. પણ તે કંપનીઓમાં ટોચ પર અશ્વેત પાર્ટનર્સ અને વરિષ્ઠ મેનેજરોનું પ્રમાણ ઓછું છે. ટીકાકારો નિર્દેશ કરે છે કે આ વ્યવસાયમાં પ્રવેશતા ઘણા બિન-શ્વેત તાલીમાર્થીઓ આગળ વધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

સિટી યુનિવર્સિટીના એકાઉન્ટિંગના પ્રોફેસર અતુલ શાહે કહ્યું હતું કે ‘બોક્સ-ટિકીંગ એક્સરસાઇઝ હોવા છતાય ICAEW આ સમસ્યાને ઠીક કરવા માટે પૂરતું કામ કરતી નથી.’

એસેક્સ યુનિવર્સિટીમાં લેબર પીઅર અને એકાઉન્ટિંગના પ્રોફેસર પ્રેમ સિક્કાએ જણાવ્યું હતું કે ‘’અશ્વેત અને વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના કેટલાક યુવાન એકાઉન્ટન્ટ્સ ભેદભાવ ટાળવા માટે તેમની પોતાની પેઢીઓ સ્થાપે છે. હું મારા ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી સાંભળું છું કે પ્રગતિ કરવાની કોઈ તક નહોતી.”

ICAEW ના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાય જે સમુદાયોને સેવા આપે છે તેને પ્રતિબિંબિત કરે છે તેની ખાતરી કરવી એ અમારી દસ વર્ષની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે. અમે વ્યવસાયમાં પ્રવેશ વધારવા, સામાજિક ગતિશીલતા વધારવા અને સમાવિષ્ટ વ્યવસાયને પ્રોત્સાહિત કરવા સભ્યોને જરૂરી સાધનો આપવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ, અને આ અગ્રતા બની રહેશે.’

LEAVE A REPLY