ઉત્તરપ્રદેશની MP-MLA કોર્ટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટીપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને છ જાન્યુઆરીએ હાજર થવાનું શનિવારે સમન્સ જારી કર્યું હતું.
આ કેસમાં કોર્ટે અગાઉ રાહુલ ગાંધીને શનિવારે હાજર થવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ મામલો 4 ઓગસ્ટ, 2018એ ભાજપના નેતા વિજય મિશ્રાએ દાખલ કરેલા મુકદ્દમા સંબંધિત છે, જેમાં તેમણે રાહુલ ગાંધી પર અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો.
મિશ્રાના એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યું કે સુલતાનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આ કેસમાં ગાંધીને 16 ડિસેમ્બરે સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. 18 નવેમ્બરના રોજ, ન્યાયાધીશ યોગેશ યાદવે દલીલો બાદ ચુકાદો અનામત રાખ્યો હતો