ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂક કરી હતી. હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સને પાંચવાર ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માનું સ્થાન લીધું છે. ગત મહિને જ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ પાસેથી ટ્રેડ દ્વારા મુંબઈ ઈન્ડિયન્સે પરત મેળવ્યો હતો. ત્યારબાદ હાર્દિકને કેપ્ટનપદ સોંપાયું હોવાનું મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું. ફ્રેન્ચાઈઝના મતે ભવિષ્યની રણનીતિના ભાગરૂપે આ ફેરબદલ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સને સૌથી સફળ ફ્રેન્ચાઈઝ બનાવવા બદલ રોહિતનો આભાર પણ માન્યો હતો.

LEAVE A REPLY