વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે સમજૂતી કરાર (એમઓયુ)ના મુસદ્દાને મંજૂરી આપી હતી. આ વર્ષે 8થી 10 માર્ચ દરમિયાન અમેરિકાના કોમર્સ સેક્રેટરી જીના રાયમોન્ડોની મુલાકાત દરમિયાન 10 માર્ચ 2023ના રોજ 5મો ભારત-યુ.એસ વાણિજ્યિક સંવાદ યોજાયો હતો. આ બેઠકમાં સપ્લાય ચેઇન, આબોહવા અને સ્વચ્છ ટેકનોલોજીમાં સહકાર, સર્વસમાવેશક ડિજિટલ અર્થતંત્રને આગળ વધારવા અને રોગચાળા પછીની આર્થિક પુનઃપ્રાપ્તિને સરળ બનાવવા, ખાસ કરીને એસએમઇ અને સ્ટાર્ટ-અપ્સ માટે વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરીને વાણિજ્યિક સંવાદને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં કોમર્શિયલ ડાયલોગ અંતર્ગત ટેલેન્ટ, ઇનોવેશન એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ (ટીઆઈઆઇજી) પર નવું વર્કિંગ ગ્રૂપ શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે.
એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે, આ કાર્યકારી જૂથ આઇસીઇટીનાં લક્ષ્યાંકો હાંસલ કરવા કામ કરતાં સ્ટાર્ટ-અપ્સનાં પ્રયાસોને પણ ટેકો આપશે, ખાસ કરીને સહકારમાં ચોક્કસ નિયમનકારી અવરોધોને ઓળખવા અને સંયુક્ત પ્રવૃત્તિઓ માટે ચોક્કસ વિચારો મારફતે સ્ટાર્ટ-અપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આપણી નવીનતા ઇકોસિસ્ટમ વચ્ચે વધારે જોડાણને પ્રોત્સાહન આપશે.
જૂન 2023માં પ્રેસિડેન્ટ બાઇડેન અને વડાપ્રધાન મોદી દ્વારા બહાર પાડવામાં આવેલ સંયુક્ત નિવેદન “ઇનોવેશન હેન્ડશેક” ની સ્થાપના માટેના કેન્દ્રિત પ્રયત્નોને આવકાર્યા હતા, જે બંને પક્ષોની ગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જોડો, સહકારમાં ચોક્કસ નિયમનકારી અવરોધોનું સમાધાન કરવું અને નવીનતા અને રોજગારીની વૃદ્ધિને પ્રોત્સાહન આપવું, ખાસ કરીને મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી (સીઇટી)માં. ઇનોવેશન હેન્ડશેક હેઠળ સહકારને ઔપચારિક સ્વરૂપ આપવા અને માર્ગદર્શનનો અમલ કરવા માટે ભારત અને અમેરિકા વચ્ચે 14 નવેમ્બર, 2023ના રોજ સાન ફ્રાન્સિસ્કો ખાતે ઇનોવેશન હેન્ડશેક પર જી2જી એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.