પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઈરાનના સાંસ્કૃતિક વારસો, પર્યટન અને હસ્તકલા પ્રધાન એઝાતોલ્લાહ ઝરઘામીએ જણાવ્યું હતું કે ઈરાની કેબિનેટે ભારતના મુલાકાતીઓ માટે વિઝાની જરૂરિયાતોને એકપક્ષીય રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાને બુધવારે 33 દેશો માટે વિઝા આવશ્યકતાઓને માફ કરવાનો નિર્ણય લીધો હતો.

બુધવારે કેબિનેટની બેઠક પછી પત્રકારો સાથે વાતચીત કરતા ઝરઘામીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ પ્રવાસનને વેગ આપવા અને વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવાનો છે. તાજેતરમાં મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામએ ભારતના મુલાકાતીઓ માટે વિઝાની આવશ્યકતાઓને માફ કરી દીધી છે.

ઈરાનના નવા વિઝા-માફી કાર્યક્રમ હેઠળ 33 દેશોનો સમાવેશ કરાયો છે. આ દેશોમાં ભારત, રશિયા, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, સેશેલ્સ, ઇન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, વિનિયમ , બ્રાઝિલ, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY