સુનક જે બિલને “અત્યાર સુધીનો સૌથી સખત એન્ટી-ઇમિગ્રેશન કાયદો” ગણાવી બચાવ કરે છે તે બિલ યુકેના જજીસને આફ્રિકન રાષ્ટ્ર રવાન્ડાને સલામત દેશ ગણવા દબાણ કરે છે અને સરકારને માનવ અધિકાર અધિનિયમની કલમોની અવગણના કરવાની સત્તા આપે છે.
કટ્ટર રાઇટ વિંગર્સ કહે છે કે બિલની દરખાસ્તો પૂરતી અઘરી નથી, જ્યારે વધુ ઉદારવાદી ટોરી સભ્યો ચિંતિત છે કે જો દરખાસ્તોમાં સુધારો કરવામાં આવશે તો યુકે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા મહિને ચુકાદો આપી ઇંગ્લેન્ડના કિનારે નાની બોટમાં આવતા લોકોને મોકલવા માટે રવાન્ડા એક અસુરક્ષિત સ્થળ છે અને તે નીતિ બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરશે એમ જણાવ્યું હતું. જેના જવાબમાં, સુનક રવાન્ડા સાથે નવી સંધિ માટે સંમત થયા છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાને ઓવરરાઇડ કરવા માટે આ ઇમરજન્સી કાયદો લાવ્યા છે.
આ વર્ષે લગભગ 29,000 એસાયલમ સિકર્સ આવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ એક તૃતીયાંશ ઓછા છે.