એર ઈન્ડિયાના કેબિન ક્રૂ અને પાઈલટ તેમના નવા યુનિફોર્મમાં (PTI Photo)

એર ઈન્ડિયાએ 12 ડિસેમ્બરે ​​તેના પાઈલટ અને ક્રૂ મેમ્બર માટે નવા યુનિફોર્મનું અનાવરણ કર્યું હતું. 1932માં સ્થાપના પછીના છ દાયકામાં એરલાઇને તેના સ્ટાફના યુનિફોર્મમાં ફેરફાર કર્યો છે. એર ઇન્ડિયા મર્જર મારફત વિસ્તારાને પણ એકછત્ર હેઠળ લાવવા માગે છે ત્યારે આ હિલચાલ કરવામાં આવી છે. પાઇલટ અને ક્રૂ મેમ્બર આ વર્ષના અંત સુધીમાં નવા યુનિફોર્મમાં દેખાશે. એર ઈન્ડિયાના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ક્રૂ મેમ્બર્સ લેટેસ્ટ યુનિફોર્મ પહેરેલા જોવા મળે છે.

એરલાઈને તેના 10,000થી વધુ ફ્લાઈટ ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ માટે લાલ, ઓબર્ગીન અને ગોલ્ડમાં તેમના નવા ગણવેશ ડિઝાઇન કરવા ભારતના જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને કામગીરી સોંપી હતી. નવો યુનિફોર્મ આત્મવિશ્વાસપૂર્ણ, ગતિશીલ નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે

નવા યુનિફોર્મમાં એરલાઇનની મહિલા કેબિન ક્રૂ મેમ્બર્સ આધુનિક લુક સાથે ઝરોખા પેટર્નવાળી ઓમ્બ્રે સાડી, બ્લાઉઝ અને વિસ્ટા (એર ઈન્ડિયાનું નવું લોગો આઈકન) સાથે બ્લેઝર પહેરશે, જ્યારે પુરુષો બંધગાલા સૂટ પહેરશે. નવો યુનિફોર્મ નવી અને પરંપરાગત શૈલીના મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનામાં નવા યુનિફોર્મને તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે. સૌથી પહેલા તેને એર ઈન્ડિયાના પહેલા એરબસ A350ની સેવામાં લોન્ચ કરવામાં આવશે. એર ઈન્ડિયા દ્વારા ડિસ્પલે કરવામાં આવેલ નવો લુક સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશની સૌથી જૂની એરલાઈનના સ્ટાફને ખૂબ જ ફેશનેબલ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી નવી પેઢી તેની સાથે જોડાઈ શકે.

LEAVE A REPLY