શ્રી કુલેશ શાહ દ્વારા સ્થાપવામાં આવેલ વિખ્યાત લંડન ટાઉન ગ્રુપને મર્ક્યોર લંડન પેડિંગ્ટન હોટેલ સાઇટની પ્લાનીંગ પરમિશન મળી છે.
લંડન ટાઉન ગ્રુપના સ્થાપક શ્રી કુલેશ શાહે જણાવ્યું હતું કે ‘‘મને પેડિંગ્ટનમાં એક આકર્ષક નવા સાહસની જાહેરાત કરતાં આનંદ થાય છે કે લંડન ટાઉન ગ્રુપે વિઝનરી પ્રોજેક્ટ મર્ક્યોર લંડન પેડિંગ્ટન હોટેલ સાઇટની પ્લાનીંગ પરમિશન મેળવી છે. જેને કારણે અમારી ટીમને જુસ્સો અને ઉત્સાહ મળ્યો છે. અમારા મર્ક્યોર લંડન પેડિંગ્ટન હોટેલ ખાતે લાઇફસ્ટાઇલ બુટિક હોટેલ અને ઇન્સપિરેશનલ ફૂડ એન્ડ બેવરેજ આઉટલેટ્સ બનાવીને હોસ્પિટાલિટીની વિભાવનાને નવા વ્યાખ્યા આપવામાં આવશે. લંડન ટાઉન ગ્રૂપ આ પ્લાનીંગ પરમીશન યાત્રા દરમિયાન મળેલા સમર્થન અને પ્રોત્સાહન માટે અત્યંત આભારી છે અને ભાગીદારો અને વિઝનમાં વિશ્વાસ રાખનારા હિત ધરાવતા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.”
તેમણે કહ્યું હતું કે ‘’આ હોટલ ખાતે મહેમાનો માટે પરિવર્તનશીલ અનુભવ કેળવવાનો અમારો હેતુ છે. પેડિંગ્ટન એક જીવંત અને વૈવિધ્યસભર સ્થળ છે જે સ્થાનિક લોકો અને મુલાકાતીઓ બંનેને એકસરખું મોહિત કરે છે. તેના સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક વિવિધતા અને પ્રતિકાત્મક સીમાચિહ્નો માટે જાણીતું, પેડિંગ્ટન અનુભવોની ટેપેસ્ટ્રી ઓફર કરે છે જે રસની વિશાળ શ્રેણીને અપીલ કરે છે.’’
સૌથી પ્રખ્યાત સીમાચિહ્નોમાંના ઐતિહાસિક પેડિંગ્ટન સ્ટેશનને પ્રખ્યાત ઈજનેર ઈસામ્બાર્ડ કિંગડમ બ્રુનેલ દ્વારા ડિઝાઈન કરાયું હતું. જે ભવ્યતાનો અનુભવ કરાવે છે અને શહેરના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. વિસ્તારમાં આર્ટ ગેલેરીઓ, સંગ્રહાલયો અને થિયેટરોની ભરમાર છે.
મર્ક્યુર લંડન પેડિંગ્ટનના ભાવિને આકાર આપવામાં સસ્ટેઇનીબીલીટી સર્વોપરી છે. ઇકો-ફ્રેન્ડલી પ્રથાઓ અમલમાં મૂકવાથી માંડીને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા સુધી, આ હોટેલ પર્યાવરણ માટે જવાબદાર અને સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બનશે.