મોહન યાદવે મધ્યપ્રદેશ અને વિષ્ણુદેવ સાઇએ બુધવાર, 13 ડિસેમ્બરે છત્તીસગઢના મુખ્યપ્રધાનના શપથ લીધા હતા. આ બંને શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો અને બીજેપી શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો રહ્યાં હતા. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નાયબ મુખ્યપ્રધાન રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાને પણ શપથ લેવડાવ્યા હતા.વિષ્ણુદેવ સાઇ સાથે તેમની કેબિનેટ પણ શપથ લીધા હતા.
ભાજપે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે 58 વર્ષીય મોહન યાદવનું નામ જાહેર કરીને મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. મોહન યાદવ ઓબીસી કમ્યુનિટીના છે, પરંતુ મધ્યપ્રદેશમાં યાદવ સમુદાય પ્રભાવશાળી નથી. રાજ્યમાં 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાયા પછી અનેક નામોની અટકળો વચ્ચે રાજ્યના નવા વડા તરીકે યાદવની પસંદગી થઈ છે.