સરકારનો ઇમરજન્સી કટોકટી રવાન્ડા કાયદો “પર્યાપ્ત રીતે આગળ વધતો નથી” અને આ યોજનાને લકવાગ્રસ્ત કરવાનું જોખમ ધરાવતા કાયદાકીય પડકારોના મેરી ગો રાઉન્ડને સમાપ્ત કરવા માટે “મજબૂત રક્ષણ”ની જરૂર હતી’’ એમ કહીને રોબર્ટ જેનરિકે ઇમિગ્રેશન મિનિસ્ટર તરીકે રાજીનામું આપી દીધું છે.

વડા પ્રધાનને આપેલા રાજીનામાના પત્રમાં, શ્રી જેનરિકે કહ્યું: “સૂચિત ઇમરજન્સી કાયદા પરની આપણી ચર્ચાઓમાં તમે મારી સ્થિતિ તરફ આગળ વધ્યા છો, જેના માટે હું આભારી છું. તેમ છતાં, હું કૉમન્સ દ્વારા હાલમાં સૂચિત કાયદો લાવવા માટે અસમર્થ છું કારણ કે હું માનતો નથી કે તે આપણને સફળતાની શ્રેષ્ઠ સંભવિત તક પૂરી પાડે છે.”

સરકારે ડ્રાફ્ટ બિલ જાહેર કર્યા પછી શ્રી જેનરિકના રાજીનામાના અહેવાલો વહેતા થવા લાગ્યા હતા. જેનરીકે અગાઉ સૂચવ્યું હતું કે સરકાર માનવ અધિકાર પર યુરોપિયન કન્વેન્શન (EHCR) છોડી શકે છે.

આ બિલ પર સંસદમાં મતદાન થવું આવશ્યક છે અને કાયદાનો હેતુ સુપ્રીમ કોર્ટની ચિંતાઓને દૂર કરવાનો છે. જેણે ગયા મહિને રવાન્ડામાં એસાયલમ સીકર્સને મોકલવાની યોજના ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે રવાન્ડા એસીયલમ શોધનારાઓ માટે સુરક્ષિત દેશ છે.

LEAVE A REPLY