(Photo by Samuel Corum/Getty Images)

અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડેને અત્યાર સુધી જે ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી છે તેમાં મોટાભાગના મહિલાઓ, વંશીય અને લઘુમતી સમુદાયના હોવાનું સંશોધનોમાં જણાયું હતું. ફેડરલ જ્યુડિશિયલ સેન્ટરના આંકડાઓનું પ્યુ રીસર્ચ સેન્ટરે વિશ્લેષણ કરતાં જણાયું હતું કે, બાઇડેનના કાર્યકાળમાં એક વર્ષથી ઓછો સમય બાકી છે. તેથી આ નિમણૂકની પસંદગી બદલાઈ શકે છે. પરંતુ બાઇડેને આ સમાજમાંથી જેટલી નિમણૂક કરી છે તેટલી અત્યાર સુધીમાં કોઇપણ પ્રેસિડેન્ટે કરી નથી.

આ અભ્યાસ માટે 1950ના દસકામાં 20 જાન્યુઆરીએ પ્રથમવાર શપથ લેવાની શરૂઆત કરનાર પ્રેસિડેન્ટ ડ્વાઇટ ડી. આઇઝેનહોવરના કાર્યકાળથી શરૂઆત કરવામાં આવી હતી.

2024ની પ્રેસિડેન્ટની ચૂંટણીના બરાબર એક વર્ષ અગાઉ, એટલે કે 5 નવેમ્બર સુધીમાં બાઇડેને ફેડરલ જ્યુડિશિયલ સીસ્ટમના ત્રણ મુખ્ય સ્તરો-ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અપીલ્સ કોર્ટ અને દેશની સુપ્રીમ કોર્ટમાં 145 ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી છે. તેમાં મહિલાઓનો હિસ્સો 66 ટકા (145માંથી 95) છે.

5 નવેમ્બર સુધીમાં બાઇડેને 95 મહિલા ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી હતી, જે તેમની મુદતના સમાન તબક્કે નિમણૂક કરાયેલા અન્ય કોઈપણ પ્રેસિડેન્ટની સંખ્યા કરતાં ઘણી વધારે છે. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર વર્ષ પહેલાં આ જ સમયગાળામાં 36 મહિલા ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી હતી (કુલ હિસ્સો 24 ટકા હતો), જ્યારે બરાક ઓબામાએ તેમના કાર્યકાળમાં 54 (47 ટકા) મહિલા ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી હતી.

આવી જ પેટર્ન વંશીય અથવા લઘુમતી સમુદાયના ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં જોવા મળી હતી. બાઇડેને 5 નવેમ્બરના રોજ સુધીમાં નિમણૂક કરેલા ન્યાયમૂર્તિઓમાંથી અંદાજે બે તૃતિયાંશ (145માંથી 96, અથવા 66 ટકા) અશ્વેત, હિસ્પેનિક, એશિયન અમેરિકન અથવા અન્ય વંશીય અથવા લઘુમતી સમાજના સભ્યો છે. તે તેમના કાર્યકાળમાં આવા સમાન તબક્કે નિમણૂક કરાયેલા અન્ય કોઈપણ પ્રેસિડેન્ટ કરતા વધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જ તબક્કામાં 22 લઘુમતી ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી હતી (14 ટકા), જ્યારે ઓબામાએ 42 (37 ટકા)ની નિમણૂક કરી હતી.

LEAVE A REPLY