(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાના બ્રેકઅપને એક વર્ષથી વધુનો સમય થઇ ગયો. બંને અંદાજે સાત વર્ષ સાથે રહ્યાં ત્યારે એવું લાગતું હતું કે તેઓ પરણી જશે, પરંતુ એવું બન્યું નહીં.

શ્રદ્ધા અને રોહનનું છૂટા પડવાનું સાચું કારણ કોઈ જાણતું નથી. હવે એવું જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાના જીવનમાં કોઇ નવા વ્યક્તિનું આગમન થયું છે. તેનું નામ છે રાહુલ મોદી. તે રણબીર કપૂર અને શ્રદ્ધાની હિટ રોમેન્ટિક ફિલ્મ ‘તુ જૂઠી મૈં મક્કાર’નો લેખક હતો.

શ્રદ્ધા અને રાહુલ પ્રથમવાર,’તૂ જૂઠી મૈં મક્કાર’ના નિર્માણ દરમિયાન એકબીજાના પરિચયમાં આવ્યાં હતાં અને પછી તેમની મિત્રતા મજબૂત થતી ગઈ. તેઓ પોતાના સંબંધો જાહેર કરવા ઇચ્છતા નહોતાં. પ્રથમ જ ડિનર ડેટના ફોટા પાપરાઝીઓને કારણે વાઇરલ થઈ જતા તેમને ખૂબ આશ્ચર્ય થયું હતું, જોકે હવે તેઓ મળવામાં ઘણી સાવચેતી રાખે છે.

કહેવાય છે કે, તાજેતરમાં જ રાહુલને નવો ફોન ખરીદવો હતો ત્યારે એ શ્રદ્ધાને સાથે લઈ ગયો. બંનેએ ફોન ખરીદવા એવો સ્ટોર પસંદ કર્યો જ્યાં ચુસ્ત સિક્યોરિટી ગોઠવાયેલી હોય, જેથી પાપરાઝીઓ એમને ડિસ્ટર્બ ન કરે. મહત્ત્વની વાત એ છે કે બંને એકબીજા સાથે ખુશ છે અને પરસ્પર પ્રેમ તથા આદરની લાગણી ધરાવે છે. બંનેના પરિવારોને પણ તેમને પસંદ કરે છે.

LEAVE A REPLY