હાર્ટ એટેકના સંકેતો જાણો
Men in blue shirt having chest pain - heart attack - heartbeat line

પ્રારંભિક લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે – NHS સલાહ આપે છે કે 999 ડાયલ કરવાનું ક્યારેય વહેલું હોતું નથી

ઇંગ્લેન્ડમાં દર વર્ષે આશરે 80,000 લોકોના હૉસ્પિટલમાં દાખલ થવા માટે હાર્ટ એટેક જવાબદાર છે અને 10માંથી ઓછામાં ઓછા 7 લોકો તેમાંથી બચી જાય છે. હોસ્પિટલમાં જતા અને યોગ્ય સંભાળ મેળવતા લોકોની આ સંખ્યા 10 માંથી લગભગ 9 (94%) સુધી વધે છે.

જોકે છાતીમાં અસ્વસ્થતા એ હાર્ટ એટેકના સૌથી જાણીતા લક્ષણોમાંનું એક છે. અન્ય લક્ષણો જેવા કે શ્વાસ લેવામાં તકલીફ, માથું હળવું લાગવું અથવા ચક્કર આવવા, અસ્વસ્થતાની લાગણી અથવા અસ્વસ્થતાની અતિશય લાગણી કોઈનું ધ્યાન ન જાય તેમ બની શકે છે.

કાર્ડિયોલોજિસ્ટ અને એનએચએસ ઈંગ્લેન્ડના નેશનલ ક્લિનિકલ ડાયરેક્ટર ફોર હાર્ટ ડિસીઝ પ્રોફેસર નિક લિંકર કહે છે કે: “જે લોકો હાર્ટ એટેકનો અનુભવ કરી રહ્યા છે તેઓ વારંવાર કહે છે કે તેમને છાતીમાં ભીંસ લાગવી કે સંકોચન થવું અથવા પરસેવો થવો, ઉબકા આવવા અથવા સંવેદના જેવા અન્ય લક્ષણો સાથે અસ્વસ્થતાની લાગણી થતી હતી.’’

“હૃદયરોગના હુમલાના પ્રારંભિક ચિહ્નોની અવગણના કરવી સરળ હોઈ શકે છે કારણ કે તે હંમેશા ગંભીર નથી લાગતા, પરંતુ મદદ માટે 999 નંબર ડાયલ કરવો અને તમારા લક્ષણોનું વર્ણન કરવું એ ક્યારેય વહેલું નથી – તમે જેટલી ઝડપથી પગલા લેશો, તેટલી સંપૂર્ણ રીકવરીની તકો વધુ સારી રહે છે.”

એનએચએસ ઈંગ્લેન્ડ દ્વારા પ્રકાશિત કરાયેલ તાજેતરના સર્વેક્ષણમાં, સાઉથ એશિયન સમુદાયમાં હૃદયરોગના હુમલાના લક્ષણોને ઓળખવામાં આત્મવિશ્વાસનો અભાવ છતો કરે છે, લગભગ અડધા (44%) સાઉથ એશિયનોએ કહ્યું હતું કે તેઓ ચિહ્નોને ઓળખી શકે તેટલો વિશ્વાસ ધરાવતા નથી.

 

શું તમે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ વચ્ચેનો તફાવત જાણો છો?

જ્યારે હૃદયને લોહીનો પુરવઠો અવરોધિત થઈ જાય ત્યારે હાર્ટ એટેક થાય છે, જેને કારણે ઓક્સિજનની ઉણપ થાય છે, સંભવિત રીતે સ્નાયુઓને ગંભીર નુકસાન પહોંચાડે છે, પરંતુ વ્યક્તિ સભાન રહેશે અને શ્વાસ લેતા રહે છે. કાર્ડિયાક અરેસ્ટ અલગ હોય છે – તે સામાન્ય રીતે અચાનક અને કોઈ ચેતવણી વિના આવે છે અને વ્યક્તિ ઝડપથી ભાન ગુમાવે છે. તેમનું હૃદય બંધ થઈ જાય છે, તેમની પાસે કોઈ ધબકારા હોતા નથી અને દુઃખની વાત એ છે કે કાર્ડિયાક અરેસ્ટનો અનુભવ કરતા લોકો જો તેમને સારવાર ન મળે તો સામાન્ય રીતે મિનિટોમાં મૃત્યુ પામે છે. હાર્ટ એટેકથી કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.

પ્રોફેસર નિક લિંકર

“…લક્ષણો માટે સમજદારી રાખો –

તે ફક્ત કોઈનું જીવન બચાવી શકે છે.”

પાંચ વર્ષ પહેલાં, લીડ્ઝના રિફાત મલિક MBEને અપચો જેવી પીડા, ઉબકા અને ક્રોનિક થાક સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રિફાત કહે છે, “તે સમયે રમઝાન હતો, અને તેથી મેં મારા લક્ષણોને ખાલી ઉપવાસને જવાબદાર માન્યો હતો.”

“મારે એક મોટી ચેરિટી ફંડ રેઈઝિંગ ઈવેન્ટ કરવાની જવાબદારી હતી, અને તેથી મને યોગ્ય ન લાગવા છતાં મારી જાતને તેને આગળ ધપાવવા માટે દબાણ કર્યું હતું. જો કે, પછીથી, મારા મિત્રોએ આગ્રહ કર્યો હતો કે મારે મારા લક્ષણોની તપાસ કરાવવા માટે હોસ્પિટલમાં જવું જોઇએ.

“A&E તરફ લઈ જવાયા પછી અને ડોકટરો દ્વારા જોવામાં આવ્યા પછી, મને કહેવામાં આવ્યું કે મને હાર્ટ એટેક આવ્યો છે.

“મારા પતિની જેમ હું પણ આઘાતમાં હતી. એન્જીયોગ્રામમાં મારી જમણી કોરોનરી આર્ટરીમાં અવરોધ દેખાયો હતો, તેથી મને બે સ્ટેન્ટ નાખવા માટે હાર્ટ સર્જરી માટે મોકલવામાં આવી હતી.”

રિફાતને ખ્યાલ આવે છે કે તે અસાધારણ રીતે નસીબદાર હતી કે તેને મિત્રો દ્વારા હોસ્પિટલમાં જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું: “મારા પરિવારમાં હૃદય રોગ ચાલે છે, તેથી મારે વધુ સારી રીતે જાણવું જોઈએ. જો કે, મારા હાર્ટ એટેકના ચિહ્નો ગંભીર ન હતા, તેથી મેં તે સમયે તેમને નજરઅંદાજ કર્યા હતા.

“મારા હાર્ટ એટેકના પ્રારંભિક તબક્કામાં તબીબી સલાહ લેવાથી, મને વધુ ભયંકર પરિસ્થિતિમાંથી મોટે ભાગે બચાવી લીધી હતી. હું અમારા સાઉથ એશિયન સમુદાયોને તેના લક્ષણો વિશે સમજદારી રાખવાની ભારપૂર્વક સલાહ આપું છું – તે ફક્ત તમારું અથવા કોઈ અન્યનું જીવન બચાવી શકે છે.”

રિફાત મલિક, MBE

હાર્ટ એટેકના લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

  • છાતીમાં દુખાવો – તમારી છાતીમાં દબાણ, ભારેપણું, ચુસ્તતા અથવા ભીંસની લાગણી થવી.
  • શરીરના અન્ય ભાગોમાં દુખાવો – એવું લાગે કે પીડા તમારી છાતીમાંથી તમારા હાથ સુધી ફેલાઈ રહી છે (સામાન્ય રીતે ડાબા હાથ, પરંતુ તે જડબા, ગરદન, પીઠ અને પેટ સાથે બંને હાથને અસર કરી શકે છે)
  • માથું હલકું લાગવું અથવા ચક્કર આવવા લાગે છે
  • પરસેવો થવો
  • હાંફ ચઢવી
  • માંદગી અનુભવવી (ઉબકા) અથવા બીમાર હોવાની લાગણી (ઉલટી) થવી
  • જબરજસ્ત લાગણી થવી (પેનીક એટેક જેવું)
  • ઉધરસ કે શ્વાસમાં ઘરઘરાટી

LEAVE A REPLY