ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ તથા બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની માગણી કરતાં યુએન સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ના રજૂ થયેલા એક ઠરાવ સામે અમેરિકાએ વીટોનો ઉપયોગ કર્યો હતો.

15 દેશોની બનેલી સિક્યોરિટી કાઉન્સિલમાં સંયુક્ત આરબ અમીરાતે આ ઠરાવ રજૂ કર્યો હતો અને તેને 90થી વધુ સભ્ય દેશોનું સમર્થન મળ્યું હતું. શુક્રવારે તેના પર મતદાન થયું ત્યારે સિક્યોરિટી કાઉન્સિલના 15માંથી 13 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે બ્રિટન મતદાનથી દૂર રહ્યું હતું.

પેલેસ્ટિનિયન વડાપ્રધાન મોહમ્મદ શતયેહ અને યુએનમાં પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સુરએ પણ યુએસ વીટોની નિંદા કરીને તેને દુઃખદ દિવસ ગણાવ્યો હતો. હમાસે પણ વીટોની  નિંદા કરી તેને અનૈતિક અને અમાનવીય ગણાવ્યો હતો. બીજી તરફ યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને વીટોના ​​નિર્ણય માટે યુએસનો આભાર માન્યો હતો.

યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે એક દુર્લભ પગલું લઈને યુએન ચાર્ટરની કલમ 99નો ઉપયોગ કરીને માનવતાવાદી યુદ્ધવિરામ માટે સિક્યોરિટી કાઉન્સિલને અપીલ કરી હતી. આ પછી આ ઠરાવ પર મતદાન થયું હતું. મતદાન પહેલા ગુટેરેસે કાઉન્સિલને તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ માટે કોઈ કસર ન છોડવા વિનંતી કરી હતી.

અમેરિકાના વલણની સ્પષ્ટતા કરતાં તેના રાજદૂત રોબર્ટ વૂડે જણાવ્યું હતું કે ઠરાવના લેખકોએ 7 ઓક્ટોબરના ઇઝરાયેલ પરના હમાસના ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરતી ભાષાનો સમાવેશ કરવાનો ઇનકાર કેમ કર્યો તે સમજાયું તેવું નથી. કમનસીબે અમારી લગભગ તમામ ભલામણોની અવગણના કરાઈ હતી.

યુએઈના રાજદૂત અને નાયબ કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબુશાહબે મતદાનના પરિણામ અંગે ઊંડી નિરાશા વ્યક્ત કરી હતી.યુએન એમ્બેસેડરમાં યુકેના કાયમી પ્રતિનિધિ બાર્બરા વુડવર્ડે જણાવ્યું હતું કે તેમનો દેશ એવા ઠરાવની તરફેણમાં મત આપી શકે નહીં કે જે 7 ઓક્ટોબરે નિર્દોષ ઇઝરાયેલી નાગરિકો પર હમાસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારની નિંદા ન કરે. હમાસે આતંકવાદી કૃત્યો કર્યા છે અને હજુ પણ નાગરિકોને બંધક બનાવી રહ્યા છે,

LEAVE A REPLY