અમેરિકાના જ્યોર્જિયામાં એક વૃદ્ધ ભારતીય મોટેલ મેનેજરને મહિલાની તસ્કરી અને દબાણપૂર્વક મજૂરી કરાવવાના ગુનામાં 57 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત સાત લોકોને 40 હજાર ડોલરનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા મુજબ, 71 વર્ષીય શ્રીશ તિવારી નામનો ભારતીય વૃદ્ધ અમેરિકામાં અધિકૃત કાયમી નિવાસી છે. તેણે જ્યોર્જિયાની કાર્ટર્સવિલેની બજેટેલ મોટેલમાં મેનેજર તરીકે 2020 કામ શરૂ કર્યું હતું.

ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક નિવેદન મુજબ, તિવારીએ મોટેલના કામ માટે એક મહિલાને નોકરીએ રાખી હતી અને તેને રહેવા માટે એક રૂમ આપ્યો હતો. તિવારી જાણતો હતો કે, તે મહિલા પહેલેથી ઘરવિહોણી હતી અને તેને હેરોઇન લત લાગી ગઇ હતી. તેનું બાળક પણ તેની પાસે નહોતું.

તિવારીએ તેને બાળક પરત અપાવવાનું, પગાર, એપાર્ટમેન્ટ અને વકીલ ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું. તિવારીએ આ મહિલાને મોટેલના મહેમાનો અને અન્ય કર્મચારીઓ સાથે વાત કરતા જોતા તેણે તેના પર મનાઇ ફરમાવી હતી. તિવારીએ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેને રૂમમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપતો હતો.

LEAVE A REPLY