કેનેડા જઇને અભ્યાસ કરવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓને હવે તેનો ખર્ચ મોંઘો પડશે. સરકારે 1 જાન્યુઆરી-2024થી વિદેશી વિદ્યાર્થીઓએ રોજિંદા ખર્ચ માટેની નાણાકીય જરૂરિયાત પેટે વધુ રકમ જાહેર કરવી પડશે. એટલે કે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ દરમિયાન ત્યાં પોતાનો રહેવા-જમવાનો ખર્ચ ઉપાડી શકવા સમર્થ છે તે સુનિશ્ચિત કરવા માટે બેન્કમાં જમા કરાવવામાં આવતી રકમ કે જે જીઆઈસી (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) તરીકે ઓળખાય છે તે વર્તમાન 10,000 કેનેડિયન ડોલરથી વધારી 20,635 ડોલર કરી છે.

ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, કેનેડા સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ક્લાસ સેશન ચાલુ હોય ત્યારે ઓફ-કેમ્પસ વર્ક અવર્સ વધારીને પ્રતિ સપ્તાહ 30 કલાક કરવા વિચારી રહી છે. અમારો ડેટા સૂચવે છે કે 80 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સપ્તાહમાં 20 કલાકથી વધુ કામ કરે છે.
વિદ્યાર્થીઓએ અત્યારે આ ખર્ચ પેટે 10,000 કેનેડિયન ડોલરની વ્યવસ્થા કરવી પડતી હતી. પરંતુ નવા નિયમ હેઠળ હવે તમામ વિદ્યાર્થીઓએ 20,635 કેનેડિયન ડોલરની વ્યવસ્થા કરવી પડશે. વિદ્યાર્થીઓએ એ જાહેર કરવું પડશે કે તેમની પાસે ટ્યુશન અને મુસાફરી ખર્ચ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર છે. લગભગ બે દસકા પછી આ વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણયથી ગુજરાત સહિત આખી દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે.

અન્ય દેશોની તુલનામાં કેનેડામાં શિક્ષણ વાજબી છે અને રહેવા-જમવાનું પણ સસ્તુ છે. કેનેડાની સૌથી મોટી યુનિવર્સિટીઓ અમેરિકા અને યુરોપની ટોપ યુનિવર્સિટીઓની તુલનામાં અડધી ફી લે છે. કેનેડામાં શિક્ષણનો ખર્ચ અભ્યાસક્રમ પર નિર્ભર કરે છે. આ રીતે વર્ષમાં રહેવાનો ખર્ચ લગભગ એક લાખ રુપિયા થતો હતો. અહીંયા વિદ્યાર્થી અભ્યાસની સાથે-સાથે કામ પણ કરી શકે છે.
2022માં કેનેડામાં અભ્યાસ માટે ગયેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત 3,19,000 વિદ્યાર્થીઓ સાથે ટોચ પર હતું. મિલરે જણાવ્યું હતું કે, કેનેડાનાં જીવનધોરણ ખર્ચ પ્રમાણે નાણાકીય જરૂરિયાત માટેની નિર્ધારિત રકમ અપૂરતી હતી તેથી તેમાં વધારો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY