તેલંગાણામાં કોંગ્રેસ અધ્યક્ષ અનુમુલા રેવન્ત રેડ્ડી ગુરુવારે રાજ્યના નવા મુખ્યમંપ્રધાન તરીકે શપથ લીધા હતા. 56 વર્ષીય નેતાનો શપથ ગ્રહણ સમારોહ બપોરે 1.04 વાગ્યે હૈદરાબાદમાં વિશાળ એલબી સ્ટેડિયમમાં યોજાયો હતો.
શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી હાજર રહ્યા હતા. પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ પણ આ પ્રસંગે ભાગ લીધો હતો.
કોંગ્રેસે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાસેથી સત્તા છીનવી લીધી હતી અને કુલ 119 બેઠકોમાંથી 64 બેઠકો જીતી હતી. અગાઉ દિલ્હીમાં રેડ્ડી AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય નેતાને મળ્યાં હતા.