(ANI Photo/SansadTV)

ભારતના ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના લોકોની વેદના માટે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની બે મોટી ભૂલોને જવાબદાર ઠેરવી હતી. આ બે બ્લન્ડરમાં સમગ્ર કાશ્મીર જીત્યા વિના યુદ્ધવિરામની ઘોષણા અને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવાનો સમાવેશ થાય છે. તેમણે નહેરુનો એક પત્ર પણ ટાંક્યો હતો.

અમિત શાહે કહ્યું હતું કે જો નેહરુએ યોગ્ય પગલાં લીધાં હોત અને મોટાભાગનો વિસ્તાર સોંપી ન દીધો હતો તો પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો એક ભાગ હોત. નહેરુની ભૂલોને કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. એક એ કે આપણી આર્મી જીતી રહી હતી અને પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ જાહેર કરાયો હતો અને PoKનો જન્મ થયો હતો. જો યુદ્ધવિરામ ત્રણ દિવસ પછી થયો હોત, PoK ભારતનો ભાગ હોત. આખું કાશ્મીર જીત્યા વિના કરવામાં આવેલો યુદ્ધવિરામ એક ભૂલ હતી અને બીજી ભૂલ આ મુદ્દાને યુએનમાં લઈ જવાની હતી. નેહરુ પરની ટિપ્પણીને કારણે વિપક્ષી બેન્ચે હોબાળો કર્યો હતો અને તેઓ વોકઆઉટ કરી ગયા હતા.

કોંગ્રેસે જણાવ્યુ હતું કે ગૃહપ્રધાન અમિત શાહે 1947 અને 1948માં જવાહરલાલ નેહરુની જમ્મુ અને કાશ્મીરમાં ભૂમિકા અંગે લોકસભામાં ઇરાદાપૂર્વક ઉશ્કેરણીજનક અને તદ્દન ખોટા નિવેદનો આપ્યા હતાં. લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે નહેરુની ભૂમિકા અંગે અમિત શાહે આવી ટીપ્પણી કરી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે ગૃહપ્રધાનની ઓફિસે અમિત શાહ માટે ચંદ્રશેખર દાસગુપ્તાનું “કાશ્મીરમાં યુદ્ધ અને રાજનીતિ” પુસ્તક ઉપલબ્ધ કરવું જોઇએ, જેમાં આવી ઘણી  ખોટી માન્યતાનો પર્દાફાશ કરાયો છે.

 

LEAVE A REPLY