1973માં બારમાં જોડાયેલા અને ઇમિગ્રેશન ટ્રિબ્યુનલના જજ તરીકે 24 વર્ષ વિતાવનાર થોમસ ડેવિડસન નામના પીઢ બેરિસ્ટરને ગયા વર્ષે સેલિસ્બરી મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી સુનાવણીના અંતે બેન્ચ તરફ જોઇને નાઝી સેલ્યુટની જેમ હાથ ઊંચો કરીને “યાવોલ” કહેવા બદલ £250નો દંડ કરવામાં આવ્યો છે.
ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે કહ્યું હતું કે ‘’ડેવિડસનનું આ પગલું ગંભીર રીતે અપમાનજનક હતું અને દંડ કરવા ઉપરાંત તેને £1,750 ખર્ચ ચૂકવવાનો આદેશ અને ઠપકો આપ્યો હતો. નાઝી પક્ષના સભ્યોએ સૌપ્રથમ એડોલ્ફ હિટલરને સલામ સાથે અભિવાદન કરવાનું શરૂ કર્યું હતું.’’
લંડનમાં ફ્લીટ સ્ટ્રીટમાં આવેલ બેરિસ્ટર્સની ચેમ્બર ધરાવતા ડેવિડસન ફોજદારી કાયદાની પ્રેક્ટિસ ઉપરાંત, કૌટુંબિક, અંગત ઈજા, મકાનમાલિક અને ભાડૂતના કેસો, ઇમિગ્રેશન બાબતે સેવા આપે છે.