ડિસેમ્બર 1984માં ભારતના ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ગેસ પ્લાન્ટ ખાતે વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટના માટે 28મી નવેમ્બરના રોજ પાર્લામેન્ટમાં એક્શન ફોર ભોપાલ સાથેની ભાગીદારીમાં યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ નવેન્દુ મિશ્રા ડાઉ કેમિકલ્સને ઘટનાની જવાબદારી લેવા હાકલ કરી છે. આ માટે સંસદસભ્યોને આમંત્રિત કરાયા હતા અને ડાઉ કેમિકલ્સનેને સ્થળની સફાઈ કરવા અને તમામ અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માટે આહ્વાન કર્યું હતું.
2જી ડિસેમ્બર 1984ના રોજ, ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં ખામીયુક્ત ટાંકીમાંથી 27 ટન ઘાતક ગેસ લીક થતા 25,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને અને 120,000 લોકો હજુ પણ ગંભીર બિમારીઓથી પીડાય છે. 2001માં યુનિયન કાર્બાઇડનો કબજો લેનાર ડાઉ કેમિકલ કંપનીએ સ્થાનિક પ્રદૂષણનો હલ લાવવા અથવા પીડિતોને યોગ્ય વળતર આપવાનો ઇનકાર કર્યો છે.
આ અવગણનાના પરિણામે ઝેર હજુ પણ સ્થાનિક પાણીને ખરાબ કરે છે અને સ્થાનિક રહેવાસીઓને સતાવે છે. નવેન્દુએ ઉપાડેલી ઝુંબેશને ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને યુનિસને ટેકો આપ્યો છે. આ ઘટના બાબતે 2020 અને 2022માં બે અર્લી ડે મોશન (EDM) અને ગયા વર્ષે હાઉસ ઓફ કોમન્સમાં વેસ્ટમિન્સ્ટર હોલ ડિબેટ યોજાઇ હતી. તો લેબર સાંસદ વીરેન્દ્ર શર્માએ 28મી નવેમ્બર 2023ના રોજ આ બાબતે નવી EDM રજૂ કરી છે.
શ્રી નવેન્દુએ કહ્યું હતું કે “ભોપાલમાં લગભગ ચાર દાયકાઓથી ગરીબ લોકો ન્યાય માટે વિશ્વના સૌથી ધનિક કોર્પોરેશનોમાંની એક સામે લડી રહ્યા છે. આ દુર્ઘટનાએ પ્રદેશના પર્યાવરણ અને ઘણા લોકોની આજીવિકાને નુકસાન પહોંચાડ્યું છે. આપણે તેમના અભિયાનમાં તેમને ટેકો આપવો જોઈએ.”
‘એક્શન ફોર ભોપાલ’એ જણાવ્યું હતું કે “જો ભોપાલ જેવી ઘટના ગ્લોબલ નોર્થ ડાઉ કેમિકલમાં બની હોત તો ડાઉ અસ્તિત્વમાં ન હોત. મેક્સિકોના અખાતમાં ડીપ વોટર હોરાઇઝન ઓઇલના ફેલાવા પછી 14 લોકો માર્યા જતાં બીપીએ નાગરિક અને ફોજદારી દંડ પેટે $65 બિલિયન ચૂકવ્યા હતા. પણ ભોપાલ પાછળ અત્યાર સુધીમાં યુનિયન કાર્બાઇડે એક વર્ષના ડિવિડન્ડ માટે કર પૂર્વેના નફા પર શેર દીઠ 43 યુએસ સેન્ટનો ખર્ચ કર્યો છે.”