(ANI Photo)

રાજકોટના વિવિધ મંદિરોમાં મિનિ સ્કર્ટ, સ્લીવલેસ તથા ફાટેલા જીન્સ જેવા અશોભનીય ફેશનેબલ વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં એન્ટ્રી નહીં મળે. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ રાજકોટના ૧૦૦થી વધુ નાના મોટા મંદિરોમાં આવા પોસ્ટર લગાવ્યા હતાં. તેમાં લખવામાં આવ્યું હતું કે ‘મંદિર પરિસરની જગ્યામાં કોઈ પણ વ્યકિતએ ટુંકા વસ્ત્રો જેમ કે કેપ્રિ, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં.

મંદિરના પુજારીઓને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ વ્યકિતને ટુંકા કપડા પહેરવા પર પ્રવેશ આપવો નહીં.રાજ્યમાં સોમનાથ જેવા મોટા તીર્થ સ્થળોએ પણ કડક ડ્રેસ કોડ છે. રાજકોટના હિન્દુ સંગઠનોનું કહેવું છે કે મંદિરની પ્રતિષ્ઠા ગરીમા અને મહત્વ જળવાય રહે તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. પુરૂષ અને સ્ત્રીઓએ મંદીરના પરિસરમાં ટુંકા અને ફાટેલા વસ્ત્રો પહેરવા નહીં. જેથી ધાર્મિક લાગણીઓ દુ:ભાય નહીં અને આવનારી પેઢીને સારા સંસ્કારો અને ઉપદેશ મળે.  રાજકોટના પ્રખ્યાત પંચનાથ મંદિર, પોપટેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના અનેક મંદિરોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY