Los Angeles, California, USA - January 16, 2022: Alaska Airlines Airbus A321 Aircraft - Los Angeles International Airport (LAX).

અલાસ્કા એરલાઇન્સે 1.9 બિલિયન ડોલરમાં હવાઇયન એરલાઇન્સને ખરીદવાની રવિવારે જાહેરાત કરી હતી. જો આ સોદાને નિયમનકારી મંજૂરી મળશે તો રાષ્ટ્રની પાંચમી સૌથી મોટી કેરિયર તરીકે તેની સ્થિતિ મજબૂત કરશે.

કરારની શરતો મુજબ બંને બ્રાન્ડ્સ  અસ્તિત્વમાં રહેશે. આ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં 18 મહિના જેટલો સમય લાગી શકે છે. સંયુક્ત એરલાઇન્સ પાસે 365 નેરો અને વાઇડબોડી એરક્રાફ્ટનો કાફલો હશે અને તે 138 સ્થળો સુધી સર્વિસ આપશે. હવાઈના રહેવાસીઓને  યુનાઇટેડ સ્ટેટ્સમાં વિસ્તૃત સેવાનો લાભ મળશે. આ વિલીનીકરણથી યુએસના પ્રવાસીઓ માટે એશિયા અને સમગ્ર પેસિફિકમાં નવા જોડાણો મળશે.

આ ખરીદીની ફેડરલ નિયમનકારી મંજૂરીની ખાતરી નથી. યુ.એસ. એરલાઈન્સે તાજેતરના વર્ષોમાં ગળાકાપ સ્પર્ધાનો સામનો કર્યો છે અને નાણાકીય દબાણ વચ્ચે કોન્સોલિડેશન કરવા માગે છે. પ્રેસિડન્ટ જો બાઇડનની સરકારે ગયા વર્ષે અમેરિકન એરલાઇન્સ અને જેટબ્લ્યુ એરવેઝ વચ્ચેના જોડાણને મંજૂરી આપી ન હતી. જેટબ્લૂ અને સ્પિરિટ એરલાઇન્સના મર્જર સામે પણ સરકારે વાંધો ઉઠાવ્યો છે.

LEAVE A REPLY