અમેરિકાની એક કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણીઓમાં પ્રેસિડેન્ટ તરીકે તેમણે લીધેલા પગલાં બદલ તેઓ ગુનાઇત આરોપોમાંથી નિર્દોષ ઠરતા નથી. રીપબ્લિકન દ્વારા 2020ની ચૂંટણીમાં તેમની હારના ષડયંત્રનો આરોપ મુકાતા કોર્ટે તે કેસ માટેની વિનંતીને ફગાવી હતી.
વોશિંગ્ટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચટકનને જણાયું હતું કે, કોઇપણ અમેરિકન પ્રેસિડેન્ટ ઘણા લાંબા સમયથી હોદ્દા પર ન હોય તો તેઓ ગુનાઇત આરોપોનો સામનો કરી શકતા નથી તેવા તારણનું કોઈ કાયદાકીય વજુદ નથી.
આવતા વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ રીપબ્લિકનના પ્રબળ દાવેદાર છે, તેઓ તાત્કાલિક અસરથી જ આ ચૂકાદા સામે અપીલ કરી શકે છે, જે કેસની ટ્રાયલમાં વિલંબ કરી શકે છે, જ્યારે અપીલ્સ કોર્ટ અને સંભવિત રીતે સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને મહત્ત્વ આપે છે. આ કેસની ટ્રાયલ માર્ચમાં શરૂ થશે.
ન્યાયમૂર્તિ ચટકનના ચૂકાદાથી ટ્રમ્પ વધુ ભીંસમાં મુકાયા હતા, તેમના પર મત ગણતરીમાં હસ્તક્ષેપ કરવાનું ષડયંત્ર ઘડવાનો અને ચૂંટણીમાં ડેમોક્રેટ જો બાઇડેનની જીત સામે અવરોધ ઊભો કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
જોકે, ટ્રમ્પે પોતે આ કેસમાં દોષિત ન હોવાનું જણાવ્યું હતું અને તેમણે પ્રોસિક્યુટર્સ સામે તેમના કેમ્પેઇનને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્નો કરવાનો આક્ષેપ કર્યો હતો. ટ્રમ્પ ફરીથી પ્રેસિડેન્ટ થવા ઇચ્છે છે અને તેમની સામે આ કેસ સહિત અન્ય ત્રણ ગુનાઇત આરોપો મુકવામાં આવ્યા હતા.