ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ની લોકપ્રિય ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના મીડિયા રાઇટ્સનું મૂલ્ય આવનારા 20 વર્ષમાં અંદાજે 50 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે તેમ આઇપીએલના ચેરમેન અરૂણ ધુમલે જણાવ્યું હતું. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આ માટે ક્રિકેસરસિકોને ધ્યાનમાં રાખીને નવા સંશોધન, પરિવર્તન અને સુધારા પણ જરૂરી બનશે. આઇપીએલમાં અત્યારે મીડિયા રાઇટ્સનું મૂલ્ય 48 હજાર કરોડ રૂપિયા છે જે 2022થી શરૂ થઈને પાંચ વર્ષ સુધીના છે.

આ અંદાજ મુજબ પણ આઇપીએલ બીજી સૌથી વધુ કિંમતી લીગ છે. તેની આગળ નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ) છે. આ અમેરિકન ફૂટબોલ લીગે ગત વર્ષે 11 વર્ષ માટે 110 બિલિયન અમેરિકન ડોલરનો કરાર કર્યો હતો. અરૂણ ધુમલે આરસીબી ઇનોવેશન લેબના આગેવાનોની એક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, જો મારે જોવાનું હોય કે આ મૂલ્ય છેલ્લા 15 વર્ષમાં કેવી રીતે વધ્યું છે અને હવે આવનારા વર્ષોમાં કેવી રીતે આગળ ધપશે તો આ આંક 2043 સુધીમાં લગભગ 50 બિલિયન ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે.

LEAVE A REPLY