ભારતમાં પાંચ રાજ્યોમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણી પછી ગુરુવાર, 30 નવેમ્બરે વિવિધ ન્યૂઝ એજન્સીઓના એક્ઝિટ પોલ આવ્યા હતા. આ એક્ઝિટના અંદાજ મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સત્તા મળવાની અને બે રાજ્યોમાં કોંગ્રેસને સત્તા મળી શકે છે. આ માત્ર એક્ઝિટ પોલના અંદાજ છે અને ચૂંટણીનું સત્તાવાર રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે.
આદિવાસી રાજ્ય છત્તીસગઢના કોંગ્રેસના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને ફરી સત્તા મળવાની લગભગ તમામ એક્ઝિટ પોલમાં આગાહી કરાઈ છે, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સત્તા ગુમાવે અને ફરી ભાજપનું શાસન આવે તેવી શક્યતા છે.
હાલમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. જોકે સૌથી મોટો અપસેટ તેલંગણામાં થવાની શક્યતા છે. આ દક્ષિણી રાજ્યમાં કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ 2014 સત્તા પર છે એટલે પ્રાદેશિક પક્ષની સત્તા છે, પરંતુ આ વખતે કોંગ્રેસ જીતે તેવી શક્યતા છે.
સાત એક્ઝિટ પોલના સરેરાશ અંદાજ મુજબ તેલંગણાની કુલ 119 બેઠકોમાંથી 62 પર કોંગ્રેસનો અને 44 બેઠકો પર
BRSનો વિજય થઈ શકે છે. ભાજપ સાત બેઠકો અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાંચ બેઠકો જીતી શકે છે. બહુમતીનો આંકડો 60 છે.
મિઝોરમ માટે, કુલ છ એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાનું સૂચવે છે. બે એક્ઝિટ પોલમાં ભાજપ-એમએનએફના શાસક ગઠબંધનની જીતની શક્યતા ઓછી હોવાનું અનુમાન છે. માત્ર એક જ નવી પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના ભવ્ય વિજયની આગાહી છે.