અર્વાચીન કાનૂની પ્રક્રિયા બોના વેકેન્ટિયા હેઠળ, વિલ કર્યા વગર મૃત્યુ પામેલા લોકોની સંપત્તિ ડચીઝ ઓફ લેન્કેસ્ટર અને કોર્નવોલ જપ્ત કરી શકે છે એમ જાણવા મળ્યું છે.
નર્સરી વર્કર, કાઉન્સિલર અને બેઘર આવાસમાં રહેતા એક માણસ સહિત હજારો મૃત બ્રિટીશર્સની જીવનભરની બચત રાજા દ્વારા તેમની ખાનગી મિલકતોની રીફર્બીશમેન્ટ માટે એકત્રિત કરવામાં આવી છે. મોટા ભાગના બ્રિટનના લોકો શોધી શકાય તેવા વારસદાર વિના મૃત્યુ પામે છે, ત્યારે તેઓ જે પૈસા અને મિલકત છોડી જાય છે તે ટ્રેઝરીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
ધ ગાર્ડિયન અખબાર દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી ઘણી વ્યક્તિઓની ઓળખ થઈ છે જેમના ઘર અને જીવનભરની બચતનો ઉપયોગ રાજાના ખાનગી મિલકતના પોર્ટફોલિયોને અપગ્રેડ કરવા માટે કરવામાં આવ્યો છે.
ડચી ઓફ લેન્કેસ્ટરના અનન્ય ખાનગી મિલકતના પોર્ટફોલિયોનું મુલ્ય આશરે £654 મિલિયન હોવાનો અંદાજ છે અને દર વર્ષે તે લગભગ £20 મિલિયનનો નફો કરે છે.