યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીએ લંડનમાં યોજાયેલા એશિયન બિઝનેસ એવોર્ડ કાર્યક્રમમાં બ્રિટિશ ઉદ્યોગોને સાઉથ એશિયાની અર્થવ્યવસ્થાઓ દ્વારા પ્રસ્તુત થઇ રહેલી જે તકોનો લાભ ઉઠાવવા આહ્વાન કર્યું હતું.

વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે ‘’ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ વિકાસને આગળ વધારવા માટે પ્રાદેશિક એકીકરણ દ્વારા આગળ વધી રહ્યા છે જેનો યુકે “લાભ મેળવવા માટે તૈયાર છે. બિઝનેસના સંદર્ભમાં એવું સારી રીતે કહેવાયુ છે કે, પૈસાને અનુસરો. આજે… એશિયામાં મની ટ્રેઇલ કરે છે, ખાસ કરીને સાઉથ એશિયાની આસપાસ છે.”

ફિનટેક અને મેન્યુફેક્ચરિંગમાં ભારતની સફળતાનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું હતું કે ‘’યુકે ભવિષ્યના વિકાસને એન્કર કરવા માટે નવી ભાગીદારી શોધી રહ્યું હોવાથી, હું માનું છું કે બ્રિટિશ ભારતીય બિઝનેસીસ અથવા બ્રિટિશ એશિયન બિઝનેસીસ માટે ભારતીય ઉપખંડમાં, તેમના માટે ખાસ કરીને ભારત કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ભારતમાં દરેક બિઝનેસીસ માટે સફળ થવાની વિશિષ્ટ તક છે”.

યુકે-ભારત સંબંધોને મજબૂત કરવા માટે બ્રિટિશ એશિયન બિઝનેસને શ્રેય આપતા શ્રી દોરાઇસ્વામીએ કહ્યું હતું કે ‘’ભારત અને યુકે વચ્ચેનો વેપાર જે હાલમાં £37 બિલિયનનો છે તે એકવાર બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ વાટાઘાટોને “અંતિમ રૂપ” આપવામાં આવ્યા પછી “નોંધપાત્ર વધારા માટે તૈયાર” છે. અમે લાંબા સમયથી અમારા ડાયસ્પોરા લીવીંગ બ્રીજની વાત કરીએ છીએ. પરંતુ તે બ્રિજ માત્ર લોકો દ્વારા જ નહીં, પરંતુ તેઓ જે પ્રવૃત્તિઓ કરે છે, તેઓ જે બિઝનેસીસ કરે છે અને બંને દેશો માટે જે મૂલ્ય લાવે છે તેના દ્વારા ટકી રહે છે. જો આપણે તેને જોઇએ, તો મને લાગે છે કે આજે આપણો સંબંધ… ઐતિહાસિક રીતે અત્યાર સુધીનો સૌથી મજબૂત છે.

LEAVE A REPLY