મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે રવિવારે ભારતીય અને ચાઇનીઝ નાગરિકો માટે 1 ડિસેમ્બરથી 30 દિવસ માટે વિઝા-મુક્ત પ્રવેશ વિન્ડોની જાહેરાત કરી હતી. મલેશિયાએ ટુરિઝમ અને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે.
ઇબ્રાહિમે કહ્યું હતું કે “1 ડિસેમ્બરથી અમે ભારત અને ચીનના નાગરિકોને મલેશિયા આવવા માટે 30 દિવસની વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધાઓ આપીશું.” અગાઉ શ્રીલંકા અને થાઈલેન્ડે પણ ભારતના નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી.
સરકારી ડેટા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે મલેશિયામાં 9.16 મિલિયન પ્રવાસીઓનું આગમન નોંધાયું હતું, જેમાં ચીનમાંથી 498,540 અને ભારતમાંથી 283,885 પ્રવાસીઓ આવ્યા હતા. કોરોના મહામારી પહેલા, 2019ના સમાન સમયગાળામાં ચીનથી 1.5 મિલિયન અને ભારતમાંથી 354,486 પ્રવાસીઓ મલેશિયા આવ્યા હતા.