સિંગાપોરના એક રીટેઇલ સ્ટોરમાંથી 1700 ડોલરની કિંમતના કપડા ચોરવાનું કાવતરું ઘડવાના કેસમાં પકડાયેલ એક યુવતી સહિત ચાર ગુજરાતીઓને 40થી 65 દિવસની જેલ સજા ફટકારવામાં આવી હતી. આ તમામે કપડા પર લગાવવામાં આવેલા પ્રાઇસ ટેગ્સ કાઢીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આ ચારેયમાં 20 વર્ષીય શિહોરા રિધમ મુકેશભાઇ, 21 વર્ષીય હુન સ્મિત અશોકભાઇ, 26 વર્ષીય કુવાડિયા મિલન ઘનશ્યામભાઇ અને 25 વર્ષીય ચૌહાણ રૂચિ સંજયકુમારનો સમાવેશ થાય છે. આ તમામ જુદી જુદી સ્કૂલોમાં અભ્યાસ કરતા હતા પરંતુ તેઓ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. તેમણે કપડામાં લગાવેલા રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિક ધ સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ અખબારના રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેમણે, ટેગ્સ હટાવીને તેમણે સ્ટોરના સિક્યુરિટી અલાર્મને બંધ કર્યા વગર કુનેહપૂર્વક ચોરી કરી હતી.
પછી તેમણે સેલ્ફ-ચેકઆઉટ વિસ્તારમાંથી બેગ્સ ખરીદીને કપડાં તેમાં ભર્યા હતા અને એવો ડોળ કર્યો કે તેમણે ખરીદેલા તમામ કપડાના નાણા ચૂકવી દીધા છે.

આ ચારેય યુવાઓ સિંગાપોરમાં સ્ટુડન્ટ વિઝા પર ગયા હતા. સૌથી નાની ઉંમરનો રિધમ ઘરમાં ચોરીના એક ગુના અને બીજી ચોરી કરવાના પ્રયાસના ગુનામાં દોષિત ઠર્યો હતો. તેને સૌથી વધુ દિવસની સજા કરવામાં આવી હતી.
અન્ય ત્રણેયે ઘરમાં ચોરીના એક ગુનાની અથવા ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. તેમની સજા માટે આવા અન્ય આરોપો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર મેક્સિમિલિઅન ચ્યુએ કોર્ટને જણાવ્યું હતું કે, ઓર્ચાર્ડ સેન્ટ્રલના યુનિકલો સ્ટોરમાં 12 ઓક્ટોબરના રોજ ચોરીની એક ઘટના બની હતી.
કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં ચોરીના કાવતરામાં સામેલ ત્રણ અન્ય ભારતીય નાગરિકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમાં ભાવિક (24), વિશાલ (23) અને દર્શન (22)નો સમાવેશ થાય છે. ભાવિક અને વિશાલે સ્ટોરમાંથી ચોરી કરવાની યોજના બનાવી હતી અને બાકીના લોકો તેમાં જોડાયા હતા.

LEAVE A REPLY